રત્ન કલાકારોના આત્મહત્યાના કેસ વધ્યા, હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

Congress Protest In Surat : સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે. ત્યારે કોંગ્રેસે રત્ન કલાકારોને આપઘાત કરતાં અટકાવવા અને તેમને શાંત્વના પાઠવવાનો શહેરના માનગઢ ચોક ખાતે ખાસ કાર્યક્રમ યોજ્યો. સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માગ સાથે ધરણા કર્યા હતા. કાર્યક્રમમાં રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.જલદ આંદોલનની કોંગ્રેસની ચીમકી'રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ' તેવા પોસ્ટર હાથમાં રાખીને કોંગ્રેસેના કાર્યકરોએ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે રત્ન કલાકારોને સમજાવતાં કહ્યું કે, 'આ દિવસો પણ ચાલ્યા જશે. થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહી ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે'.આ પણ વાંચો : અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સુરત-સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટોરત્ન કલાકારો માટે બોર્ડ બનાવવાની માગરત્ન કલાકારોને નિયમ પ્રમાણે પીએફ સહિતના લાભ આપવામાં આવતાં નથી, સાથે જ તેમના મૃત્યુ બાદ પણ કોઈ સહાય અપાતી ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. રત્ન કલાકારોને જરૂરી લાભ મળી રહે તે માટે તેમના માટે ખાસ બોર્ડ બનાવવાની પણ કોંગ્રેસે સરકાર પાસે માગ કરી છે.

રત્ન કલાકારોના આત્મહત્યાના કેસ વધ્યા, હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat

Congress Protest In Surat : સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે. ત્યારે કોંગ્રેસે રત્ન કલાકારોને આપઘાત કરતાં અટકાવવા અને તેમને શાંત્વના પાઠવવાનો શહેરના માનગઢ ચોક ખાતે ખાસ કાર્યક્રમ યોજ્યો. સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માગ સાથે ધરણા કર્યા હતા. કાર્યક્રમમાં રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

જલદ આંદોલનની કોંગ્રેસની ચીમકી

'રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ' તેવા પોસ્ટર હાથમાં રાખીને કોંગ્રેસેના કાર્યકરોએ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે રત્ન કલાકારોને સમજાવતાં કહ્યું કે, 'આ દિવસો પણ ચાલ્યા જશે. થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહી ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે'.

આ પણ વાંચો : અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સુરત-સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો

રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવાની માગ

રત્ન કલાકારોને નિયમ પ્રમાણે પીએફ સહિતના લાભ આપવામાં આવતાં નથી, સાથે જ તેમના મૃત્યુ બાદ પણ કોઈ સહાય અપાતી ન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. રત્ન કલાકારોને જરૂરી લાભ મળી રહે તે માટે તેમના માટે ખાસ બોર્ડ બનાવવાની પણ કોંગ્રેસે સરકાર પાસે માગ કરી છે.