Gujaratમાં પૂરની સ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડે કર્યુ 111 લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે કર્યુ રેસ્ક્યૂ દરિયામાં અને જમીન પર ભારતીય કોસ્ટ ગાર્ડની બચાવ કામગીરી અગ્રેસર પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોની મદદે આવ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 29 ઓગસ્ટના રોજ બપોર પછી અનેક કામગીરી કરવામાં આવી છે. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 28 ઓગસ્ટથી રાજ્યની એજન્સીઓના સહાયતા કોલના જવાબમાં દરિયામાં અને જમીન પર પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કોસ્ટ ગાર્ડે લોકોનું કર્યુ રેસ્ક્યૂ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મહિયારી અને ધારશન ગામોમાં ફસાયેલા 15 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તેમજ 29 ઓગસ્ટ 2024ના રોજ બપોરે ICG ALH દ્વારા હવાઈ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. તેમજ ICGની આપત્તિ રાહત ટીમો (DRTs)એ ઝડપથી વધી રહેલા પાણીના સ્તરનો સામનો કરી રહેલા નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરવા માટે બોટ અને લાઇફ જેકેટ્સ સાથે કામગીરી કરવામાં આવી હતી. આ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોએ વધતા સ્તર અને પાણીના પ્રવાહનો સામનો કરી રહેલા કુલ 31 ગ્રામજનોને બહાર કાઢ્યા હતા. છેલ્લા 48 કલાકમાં 111 લોકોનું રેસ્ક્યૂ નોંધનીય છે કે, ICG જહાજ, એરક્રાફ્ટ અને DRT દ્વારા છેલ્લા 48 કલાકમાં કુલ 111 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિક બહાર કાઢવામાં આવ્યા છે. 'વી પ્રોટેક્ટ' એ ભારતીય કોસ્ટ ગાર્ડનું સૂત્ર છે અને તાજેતરના ઓપરેશન્સે તેના પ્રત્યે સશસ્ત્ર દળની સતત-ઝડપી પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હંમેશા સતર્ક રહે છે. કટોકટીના સમયમાં નાગરિકોના જીવ બચાવવા માટે હંમેશા તૈયાર જ રહે છે.

Gujaratમાં પૂરની સ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડે કર્યુ 111 લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે કર્યુ રેસ્ક્યૂ
  • દરિયામાં અને જમીન પર ભારતીય કોસ્ટ ગાર્ડની બચાવ કામગીરી અગ્રેસર
  • પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોની મદદે આવ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 29 ઓગસ્ટના રોજ બપોર પછી અનેક કામગીરી કરવામાં આવી છે. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 28 ઓગસ્ટથી રાજ્યની એજન્સીઓના સહાયતા કોલના જવાબમાં દરિયામાં અને જમીન પર પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યું છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કોસ્ટ ગાર્ડે લોકોનું કર્યુ રેસ્ક્યૂ

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મહિયારી અને ધારશન ગામોમાં ફસાયેલા 15 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તેમજ 29 ઓગસ્ટ 2024ના રોજ બપોરે ICG ALH દ્વારા હવાઈ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. તેમજ ICGની આપત્તિ રાહત ટીમો (DRTs)એ ઝડપથી વધી રહેલા પાણીના સ્તરનો સામનો કરી રહેલા નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરવા માટે બોટ અને લાઇફ જેકેટ્સ સાથે કામગીરી કરવામાં આવી હતી. આ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોએ વધતા સ્તર અને પાણીના પ્રવાહનો સામનો કરી રહેલા કુલ 31 ગ્રામજનોને બહાર કાઢ્યા હતા.


છેલ્લા 48 કલાકમાં 111 લોકોનું રેસ્ક્યૂ

નોંધનીય છે કે, ICG જહાજ, એરક્રાફ્ટ અને DRT દ્વારા છેલ્લા 48 કલાકમાં કુલ 111 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિક બહાર કાઢવામાં આવ્યા છે. 'વી પ્રોટેક્ટ' એ ભારતીય કોસ્ટ ગાર્ડનું સૂત્ર છે અને તાજેતરના ઓપરેશન્સે તેના પ્રત્યે સશસ્ત્ર દળની સતત-ઝડપી પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હંમેશા સતર્ક રહે છે. કટોકટીના સમયમાં નાગરિકોના જીવ બચાવવા માટે હંમેશા તૈયાર જ રહે છે.