રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા સહિત રાજ્યની સાત મહાનગર પાલિકાઓમાં આગામી 28મી મેના રોજ નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓની વરણી થનાર છે. જોકે હવે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં ફેરફાર થતાં મેયર ચૂંટણીની બેઠક રજાના દિવસે યોજાશે કે તેની તારીખ બદલાશે તે મુદ્દે અસમંજસ સર્જાયું છે. સમગ્ર મામલે હવે રાજ્ય સરકારના નિર્ણય પર સૌની નજર મંડાઈ છે.
અગાઉ રાજ્ય સરકારે બકરી ઈદની રજા 27 મેના રોજ જાહેર કરી હતી. તેના આધારે વડોદરા સહિત રાજ્યભરની સાત મહાનગર પાલિકાઓમાં 28 મેના રોજ સામાન્ય સભા બોલાવી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

