યુજી-નીટની પરીક્ષામાં રાજકોટના 2 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશની શ્રેષ્ઠ મેડીક્લ કોલેજમાં એડમિશન માટે લેવાયેલી : સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને ઉતીર્ણ નમ્ય પાનેલીયાનો ઓલ ઇન્ડિયા 55મો બીજા ક્રમે ઉતીર્ણ રૂદ્ર બાવીસીનો 57મો ક્રમ, આયોજનપૂર્વકની મહેનત ફળી
રાજકોટ, : 'સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, જીવનમાં કારકિર્દી ઘડતર' સહિતની તમામ બાબતોમાં આ સિધ્ધાંત મહત્વનો બની રહે છે. આજરોજ મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટ-યુજીની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં રાજકોટનાં બે વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા ટોપ-100માં સ્થાન પામ્યા હતા. વિદ્યાર્થી નમ્ય પાનેલીયા ૫૫મા અને બીજા ક્રમે વિદ્યાર્થી રૂદ્ર બાવીસીએ ઓલ ઇન્ડિયા ૫૭મા રેન્કમાં ઉતીર્ણ જાહેર થયા હતા.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે મેડીક્લ અને પેરા મેડિકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું હતું તેમાં રાજકોટના વિદ્યાર્થી નમ્ય પાનેલીયાએ 720માંથી 654 માર્કસ મેળવી સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
What's Your Reaction?






