મોટેરાથી ગાંધીનગર મેટ્રો રૂટ 9 જાન્યુઆરીએ આટલા સમય સુધી સ્થગિત રહેશે

ગુજરાતની રાજકીય રાજધાનીને આર્થિક રાજધાની સાથે મેટ્રોથી જોડવામાં આવી છે. જેમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને 5.42 કિમીનો GNLU-Gift City કોરિડોરનો સમાવેશ થાય છે. આ સમગ્ર રૂટ ફેઝ-2 માં આવે છે. આ ફેઝ-2 ના મોટેરા ગાંધીનગર રૂટના મેટ્રો સ્ટેશન નિરીક્ષણના અનુસંધાને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા એક દિવસ માટે રૂટ સવારથી સાંજ સુધી સ્થગિત રહશે. આટલા સમય દરમિયાન ફેરફાર થશે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9 મી જાન્યુઆરી 2025ના રોજ, ફેઝ-2 કોરિડોરના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને, મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 10.40 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે. સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન 9 મી તારીખે સવારે 10.00 કલાકે ઉપડશે અને GNLU થી ગિફ્ટ સિટી માટે સવારે 09.45  કલાકે ઉપડશે. સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1  અને GNLU થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ કાર્યરત રહેશે.

મોટેરાથી ગાંધીનગર મેટ્રો રૂટ 9 જાન્યુઆરીએ આટલા સમય સુધી સ્થગિત રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની રાજકીય રાજધાનીને આર્થિક રાજધાની સાથે મેટ્રોથી જોડવામાં આવી છે. જેમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને 5.42 કિમીનો GNLU-Gift City કોરિડોરનો સમાવેશ થાય છે. આ સમગ્ર રૂટ ફેઝ-2 માં આવે છે. આ ફેઝ-2 ના મોટેરા ગાંધીનગર રૂટના મેટ્રો સ્ટેશન નિરીક્ષણના અનુસંધાને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા એક દિવસ માટે રૂટ સવારથી સાંજ સુધી સ્થગિત રહશે.

આટલા સમય દરમિયાન ફેરફાર થશે

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9 મી જાન્યુઆરી 2025ના રોજ, ફેઝ-2 કોરિડોરના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને, મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 10.40 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે.

  • સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન 9 મી તારીખે સવારે 10.00 કલાકે ઉપડશે અને GNLU થી ગિફ્ટ સિટી માટે સવારે 09.45  કલાકે ઉપડશે.
  • સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1  અને GNLU થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ કાર્યરત રહેશે.