મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે

Oct 7, 2025 - 11:30
મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરેન્દ્રનગર મહાપાલિકા મેયર પદ માટે રોટેશન જાહેર

રોટેશન જાહેર થતાં એસસી સમુદાયના સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૃ થઈ

સુરેન્દ્રનગર -  ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ સચિવાલય દ્વારા એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આગામી મેયરનું પદ અનુસૂચિત જાતિ ( એસસી) માટે અનામત રાખવામાં આવ્યું છે.

ગાંધીનગર સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં રાજ્યની નવ મહાનગરપાલિકાઓની સૂચિ જાહેર કરીને મેયરપદ માટેની અનામત કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટ માટે આગામી સમયમાં મેયર તરીકેની જવાબદારી એસસીસમુદાયના નેતાને સોંપવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0