મેઘરાજાએ લીધો વિરામ? ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી નહીં, જાણો ક્યાં પડશે ઝરમર વરસાદ

Gujarat Rain Updates : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના એકેય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ન હોવાનું જણાવ્યું છે.9-10 ઓગસ્ટની આગાહીહવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની આગાહી કરી છે, ત્યારે 9 અને 10 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ મહિસાગર, વડોદરા સહિતના જિલ્લમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરી છે.11 ઓગસ્ટની આગાહીરાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ હળવો રહેશે, ત્યારે 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે.12-13 ઓગસ્ટની આગાહીરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહિવત વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થાળોએ ઝરમર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મેઘરાજાએ લીધો વિરામ? ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી નહીં, જાણો ક્યાં પડશે ઝરમર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rain

Gujarat Rain Updates : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના એકેય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ન હોવાનું જણાવ્યું છે.

9-10 ઓગસ્ટની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની આગાહી કરી છે, ત્યારે 9 અને 10 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ મહિસાગર, વડોદરા સહિતના જિલ્લમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરી છે.

11 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ હળવો રહેશે, ત્યારે 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે.

12-13 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહિવત વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થાળોએ ઝરમર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.