મેઘરજના ભૂતિયા ગામે ત્રણ બંધ મકાનોમાં આગ

May 19, 2026 - 02:00
મેઘરજના ભૂતિયા ગામે ત્રણ બંધ મકાનોમાં આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેઘરજ : મેઘરજના રામગઢી નજીક આવેલ ભૂતિયા ગામે ગતરોજ સવારે અચાનક ત્રણ બંધ મકાનોમાં આગ ભભૂકી ઉઠતાં નાનકડા ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. કાચા અને નળીયાવાળા આ મકાનોને આગે પળવારમાં પોતાની લપટોમાં ઘેરી લીધા હતા.આ ઘટનાની મળેલ વિગત એવી છે કે, રામગઢી ગામ નજીક આવેલ મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે લબાના હરીશભાઈ પ્રથાભાઈ તથા તેમની બાજુના બે મકાનોના રહીશો કોઈક સામાજીક પ્રસંગે પોતાના મકાનો બંધ કરીને બહાર ગયા હતા. ત્યારે આ બંધ મકાનોમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનાને કારણે આસપાસના લોકો દોડી આવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા આખરે મોડાસા ફાયર ટીમને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં તો તમામ ત્રણેય મકાનો આગની લપેટમાં આવી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનામાં મકાનની અંદર રહેલી તમામ ઘરળખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0