Bhuj: કોલેજ રોડ પર ONYX બિલ્ડિંગના ગેટ પાસે શોર્ટ સર્કિટથી આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબૂ

Jul 18, 2026 - 14:30
Bhuj:  કોલેજ રોડ પર ONYX બિલ્ડિંગના ગેટ પાસે શોર્ટ સર્કિટથી આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજ શહેરમાં કમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને વાયરિંગ મેઇન્ટેનન્સ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. ભુજના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા કોલેજ રોડ પર આવેલ 'ONYX' કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. કોમ્પ્લેક્સના વાયરિંગ અથવા કંટ્રોલ પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા ઝર્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગી

આ આગ બિલ્ડિંગના મુખ્ય એક્ઝિટ ગેટ (નિકાસ દ્વાર) ની બિલકુલ નજીક લાગી હોવાથી ગેટ પરથી મોટા પાયે કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. બહાર નીકળવાનો મુખ્ય રસ્તો જ આગની ઝપેટમાં આવી જતાં કોમ્પ્લેક્સની દુકાનો અને ઓફિસોમાં હાજર ગ્રાહકો તેમજ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકો અને દુકાનદારોએ સમયસૂચકતા વાપરીને તાકીદે ફાયર બ્રિગેડને આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.

ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટનાસ્થળે દોડી

ઘટનાની ગંભીરતાને સમજીને ભુજ નગરપાલિકાના ફાયર ફાઇટરોની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ બિલ્ડિંગના અન્ય સુરક્ષિત રસ્તેથી મોનિટરિંગ કરીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને આગળ વધતી અટકાવીને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, આગ લાગતાં જ કોમ્પ્લેક્સ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું, જેના લીધે કોઈ જાનહાનિ કે ગૂંગળામણની ઘટના બની નથી. હાલમાં બિલ્ડિંગમાં કૂલિંગ અને વાયરિંગ ચેકિંગની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: Godhara: ગોધરા રેલવે સ્ટેશનના લોકાર્પણના પહેલા જ દિવસે લિફ્ટ ખોટકાઈ, 6 મુસાફરોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0