મધ્ય ગુજરાતમાં સીઝનલ ફ્લૂનો કહેર, વડોદરામાં બાળકીનું મોત

SSG હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીનું મોત મૃતક દાહોદાના ગરબાડા તાલુકાની રહેવાસી સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો થતા તંત્ર દોડતું થયું મધ્ય ગુજરાતમાં સીઝનલ ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં વડોદરામાં સીઝનલ ફ્લૂથી બાળકીનું મોત થયુ છે. SSG હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીનું મોત થયુ છે. મૃતક દાહોદાના ગરબાડા તાલુકાની રહેવાસી હતી. સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે. એસએસજી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂથી બાળકીનું મોત નીપજ્યું ગોત્રી હોસ્પિટલ બાદ એસએસજી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂથી બાળકીનું મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આઠ માસની બાળકી સારવાર લઈ રહી હતી. સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો નોંધાતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. જેમાં એસએસજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. જેમાં બાળકીના મોતને પગલે પરિવારમાં ઘેરો શોકનો માહોલ છે. તેમજ સીઝનલ ફ્લૂથી પીડાતી સમા અને ભૂતડીઝાંપા વિસ્તારની બે વૃદ્ધાને પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તેમજ બંને વૃદ્ધાની હાલત હાલ સુધારા પર છે. દર્દીની સારવાર આપ્યા બાદ કેસ બગડતા સરકારી કે અન્ય હોસ્પિટલમાં દર્દીને ધકેલી દે છે અગાઉ સ્વાઇન ફ્લૂ પણ હવે સહજ બની ગયો હોય તેમ ડબ્લ્યુ એચઓએ પણ સ્વાઇન ફ્લૂને સીઝનલ ફ્લૂ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ આરોગ્ય તંત્ર હજુ સ્વાઈન ફ્લૂની ગંભીરતા નહીં સમજતુ હોય તેમ નાની નાની ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં અજ્ઞાનતાને કારણે સ્વાઈન ફ્લૂના દર્દીની સારવાર આપ્યા બાદ કેસ બગડતા સરકારી કે અન્ય હોસ્પિટલમાં દર્દીને ધકેલી દે છે. 

મધ્ય ગુજરાતમાં સીઝનલ ફ્લૂનો કહેર, વડોદરામાં બાળકીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SSG હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીનું મોત
  • મૃતક દાહોદાના ગરબાડા તાલુકાની રહેવાસી
  • સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો થતા તંત્ર દોડતું થયું

મધ્ય ગુજરાતમાં સીઝનલ ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં વડોદરામાં સીઝનલ ફ્લૂથી બાળકીનું મોત થયુ છે. SSG હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીનું મોત થયુ છે. મૃતક દાહોદાના ગરબાડા તાલુકાની રહેવાસી હતી. સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે.

એસએસજી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂથી બાળકીનું મોત નીપજ્યું

ગોત્રી હોસ્પિટલ બાદ એસએસજી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂથી બાળકીનું મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આઠ માસની બાળકી સારવાર લઈ રહી હતી. સીઝનલ ફ્લૂના દર્દીઓમાં વધારો નોંધાતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. જેમાં એસએસજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. જેમાં બાળકીના મોતને પગલે પરિવારમાં ઘેરો શોકનો માહોલ છે. તેમજ સીઝનલ ફ્લૂથી પીડાતી સમા અને ભૂતડીઝાંપા વિસ્તારની બે વૃદ્ધાને પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તેમજ બંને વૃદ્ધાની હાલત હાલ સુધારા પર છે.

દર્દીની સારવાર આપ્યા બાદ કેસ બગડતા સરકારી કે અન્ય હોસ્પિટલમાં દર્દીને ધકેલી દે છે

અગાઉ સ્વાઇન ફ્લૂ પણ હવે સહજ બની ગયો હોય તેમ ડબ્લ્યુ એચઓએ પણ સ્વાઇન ફ્લૂને સીઝનલ ફ્લૂ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ આરોગ્ય તંત્ર હજુ સ્વાઈન ફ્લૂની ગંભીરતા નહીં સમજતુ હોય તેમ નાની નાની ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં અજ્ઞાનતાને કારણે સ્વાઈન ફ્લૂના દર્દીની સારવાર આપ્યા બાદ કેસ બગડતા સરકારી કે અન્ય હોસ્પિટલમાં દર્દીને ધકેલી દે છે.