ભુજથી અમદાવાદ ટ્રેનમાં જવા હવે વધુ પૈસા ખર્ચવા પડશે! 'સસ્તી' ઈન્ટરસિટી બંધ, 'મોંઘી' નમો ભારત રેપિડ ટ્રેન શરૂ

Bhuj Ahmedabad Intercity Train : ભુજ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી નવી સેમી હાઈસ્પીડ 'નમો ભારત રેપિડ ટ્રેન' મોટી મુશ્કેલી લઈને આવી છે. નમો ભારત રેપિડ ટ્રેન શરૂ થયા બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી ટ્રેન સેવા બંધ થઈ જશે. ત્યારે આજે (2-10-2024) ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેન સેવા સમાપ્ત કરી દેવાઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા.સમર સ્પેશિયલ તરીકે જ ઈન્ટરસિટી દોડાવાતી હતીનવી ટ્રેન એક સરખા રૂટ અને સમય શરૂ થતા જૂની ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી સેવા આજથી વિધિવત રીતે સમાપ્ત થઈ ગઈ છે. ગત 7 એપ્રિલ 2023થી ભુજ અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ મહિના માટે આ ટ્રેન શરૂ થઈ હતી. ટ્રેનની ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનને એક્સટેન્ડ કરાતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડા મહિનાથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી. છેલ્લે 30 સપ્ટેમ્બર સુધી ત્રણ મહિના માટે જ આ ટ્રેન સેવા લંબાવવામાં આવી હતી. જોકે, આ માહિતીથી મુસાફરો અજાણ હતા, જેના કારણે તેઓ રઝળી પડ્યાં હતાં. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેન હવે ભુજ રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે.ઈન્ટરસિટીની સરખામણીએ નવી ટ્રેનનું ત્રણ ગણું ડબલનમો ભારત ટ્રેનના ટિકિટ દરની સરખામણીમાં ઈન્ટરસિટી ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડુંં લગભગ અડધું અને જનરલ કોચનું ભાડુંં કેવળ દોઢસો રૂપિયા હતું. હવે નવી ટ્રેનમાં 3 ગણું ભાડુંં એટલે કે 450 રૂપિયા ચૂકવવા પડે છે. જેથી, પ્રવાસીઓ માટે આ ટ્રેન નવી કોર્પોરેટ હાઈસ્પીડ ટ્રેનની તુલનાએ ખુબ રાહતરૂપ બનતી હતી. જૂની ટ્રેનમાં જનલર કોચ મારફતે 150  રૂ.માં ભુજથી અમદાવાદ અવાતું હતું જેનું હવે 3 ગણું ભાડું એટલે કે રૂ. 450 ચૂકવા પડે છે. ફાયદો ખાલી એ કે ટ્રેન એસી છે. પહેલા રૂ. 250માં સ્લીપરમાં અવાતું હતું પણ વંદે મેટ્રોમાં રૂ. 450 ભાડું છે. તો આ સાથે તેમાં સિટિંગ વ્યવસ્થા ભંગાર હોવાની ફરીયાદ છે. એસટી બસ જેવી સિટિંગ વ્યવસ્થા હોવાથી લાંબી મુસાફરીમાં લોકો થાકી જાય છે.

ભુજથી અમદાવાદ ટ્રેનમાં જવા હવે વધુ પૈસા ખર્ચવા પડશે! 'સસ્તી' ઈન્ટરસિટી બંધ, 'મોંઘી' નમો ભારત રેપિડ ટ્રેન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhuj Ahmedabad Intercity Train : ભુજ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી નવી સેમી હાઈસ્પીડ 'નમો ભારત રેપિડ ટ્રેન' મોટી મુશ્કેલી લઈને આવી છે. નમો ભારત રેપિડ ટ્રેન શરૂ થયા બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી ટ્રેન સેવા બંધ થઈ જશે. ત્યારે આજે (2-10-2024) ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેન સેવા સમાપ્ત કરી દેવાઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા.

સમર સ્પેશિયલ તરીકે જ ઈન્ટરસિટી દોડાવાતી હતી

નવી ટ્રેન એક સરખા રૂટ અને સમય શરૂ થતા જૂની ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી સેવા આજથી વિધિવત રીતે સમાપ્ત થઈ ગઈ છે. ગત 7 એપ્રિલ 2023થી ભુજ અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ મહિના માટે આ ટ્રેન શરૂ થઈ હતી. ટ્રેનની ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનને એક્સટેન્ડ કરાતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડા મહિનાથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી. છેલ્લે 30 સપ્ટેમ્બર સુધી ત્રણ મહિના માટે જ આ ટ્રેન સેવા લંબાવવામાં આવી હતી. જોકે, આ માહિતીથી મુસાફરો અજાણ હતા, જેના કારણે તેઓ રઝળી પડ્યાં હતાં. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેન હવે ભુજ રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે.

ઈન્ટરસિટીની સરખામણીએ નવી ટ્રેનનું ત્રણ ગણું ડબલ

નમો ભારત ટ્રેનના ટિકિટ દરની સરખામણીમાં ઈન્ટરસિટી ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડુંં લગભગ અડધું અને જનરલ કોચનું ભાડુંં કેવળ દોઢસો રૂપિયા હતું. હવે નવી ટ્રેનમાં 3 ગણું ભાડુંં એટલે કે 450 રૂપિયા ચૂકવવા પડે છે. જેથી, પ્રવાસીઓ માટે આ ટ્રેન નવી કોર્પોરેટ હાઈસ્પીડ ટ્રેનની તુલનાએ ખુબ રાહતરૂપ બનતી હતી. જૂની ટ્રેનમાં જનલર કોચ મારફતે 150  રૂ.માં ભુજથી અમદાવાદ અવાતું હતું જેનું હવે 3 ગણું ભાડું એટલે કે રૂ. 450 ચૂકવા પડે છે. ફાયદો ખાલી એ કે ટ્રેન એસી છે. પહેલા રૂ. 250માં સ્લીપરમાં અવાતું હતું પણ વંદે મેટ્રોમાં રૂ. 450 ભાડું છે. તો આ સાથે તેમાં સિટિંગ વ્યવસ્થા ભંગાર હોવાની ફરીયાદ છે. એસટી બસ જેવી સિટિંગ વ્યવસ્થા હોવાથી લાંબી મુસાફરીમાં લોકો થાકી જાય છે.