Amreli: ધારીમાં ખંડણીખોરોની ધરપકડ, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડીયાના રહેણાંક મકાનમાં 14 સપ્ટેમ્બરે ગેરકાયદેસર રીતે 2 વ્યક્તિઓએ પ્રવેશ કરીને દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદા બંને દોલતી વાળાના રહેવાસી છે.5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી આપી ધમકી આ બંને વ્યક્તિએ દલસુખભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા 10 લાખ બે દિવસમાં તથા રૂપિયા 5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી ધમકી આપી હતી અને બળજબરીથી રૂપિયા 1,50,000 કઢાવીને લઈ જઈ ગુન્હો આચરીને ફરાર થઈ ગયા હતા અને આ અંગે દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને દબોચ્યા ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકર સિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને ત્યારબાદ બંને આરોપીને પોલીસે દબોચી લીધા હતા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ હાલમાં ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ખંડણી માગવા પાછળનું કારણ જાણવા અને કોને તેમને હવાલો આપ્યો હતો, આ સહિત જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શૈલેષ ચાંદુનો ગુન્હાહિત ઈતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટો નોંધાયેલો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુન્હાઓ નોંધાયેલા છે. આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ 9 કરતા વધુ ગુન્હા સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે તો રાજુલા, સુરત શહેરના કાપોદ્રા, પાટણના હારીજ પોલીસ સ્ટેશન, અમરેલી સીટી, ચોટીલા પોલીસ સ્ટેશન સહિત 23 જેટલા અત્યાર સુધીમાં તેના વિરુદ્ધ ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. અવાર નવાર ગુન્હાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુજસીટોક જેવા ગંભીર ગુન્હામાં પણ તેમની સંડોવણી હતી. હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ દરમ્યાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ? તે પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડીયાના રહેણાંક મકાનમાં 14 સપ્ટેમ્બરે ગેરકાયદેસર રીતે 2 વ્યક્તિઓએ પ્રવેશ કરીને દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદા બંને દોલતી વાળાના રહેવાસી છે.
5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી આપી ધમકી
આ બંને વ્યક્તિએ દલસુખભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા 10 લાખ બે દિવસમાં તથા રૂપિયા 5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી ધમકી આપી હતી અને બળજબરીથી રૂપિયા 1,50,000 કઢાવીને લઈ જઈ ગુન્હો આચરીને ફરાર થઈ ગયા હતા અને આ અંગે દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને દબોચ્યા
ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકર સિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને ત્યારબાદ બંને આરોપીને પોલીસે દબોચી લીધા હતા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ
હાલમાં ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ખંડણી માગવા પાછળનું કારણ જાણવા અને કોને તેમને હવાલો આપ્યો હતો, આ સહિત જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શૈલેષ ચાંદુનો ગુન્હાહિત ઈતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટો નોંધાયેલો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુન્હાઓ નોંધાયેલા છે.
આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
9 કરતા વધુ ગુન્હા સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે તો રાજુલા, સુરત શહેરના કાપોદ્રા, પાટણના હારીજ પોલીસ સ્ટેશન, અમરેલી સીટી, ચોટીલા પોલીસ સ્ટેશન સહિત 23 જેટલા અત્યાર સુધીમાં તેના વિરુદ્ધ ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. અવાર નવાર ગુન્હાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુજસીટોક જેવા ગંભીર ગુન્હામાં પણ તેમની સંડોવણી હતી. હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ દરમ્યાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ? તે પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે.