Ahmedabad: નકલી ચલણી નોટો સાથે 2 લોકો ઝડપાયા, થયો આ મોટો ખુલાસો
ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર બે આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 100 અને 500ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે.બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં આ નોટો રાજસ્થાનના ફરાર આરોપીએ વેચાણ માટે આપી હતી. જોકે નોટો બજારમાં ફરતી થાય તે પહેલા જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી છે. હાલમાં આ બંને આરોપી ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠી અને રાકેશકુમાર ભગવાન રામ બાપુનગર પોલીસ કસ્ટડીમાં છે. આરોપીઓ તેમના પ્લાનને સફળ બનાવે તે પહેલા પોલીસે ઝડપ્યા જેમની પાસેથી પોલીસે 500 રૂપિયાના દરની સાત અને 100 રૂપિયાના દરની 529 બનાવટી ચલણી નોટો કબજે કરી છે. ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠી આ બનાવટી નોટો રખિયાલ બાપુનગર અને તેના આસપાસના વિસ્તારમાં છૂટક માર્કેટમાં ફરતી કરવાનો હતો. જોકે તે પહેલા પોલીસને માહિતી મળતા પોલીસે બનાવટી નોટોના જથ્થા સાથે ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી લીધી. ત્યારે હકીકત સામે આવી કે અન્ય આરોપી રાકેશકુમાર ભગવાન રામ કે જે ઓઢવના ઈન્દિરા આવાસમાં રહે છે. તેણે આ નોટો ઈન્દ્ર ભૂષણને માર્કેટમાં ફરતી કરવા માટે આપી હતી. અગાઉ પણ નકલી નોટો બજારમાં ફરતી કરી હતી બનાવટી નોટોના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ નોટો રાજસ્થાનમાં રહેતા અને એ.એસ.મશીનરીના માલિક રફીકે આપી હતી અને કુલ દોઢ લાખ રૂપિયાની બનાવટી નોટો તેણે રાકેશ રામને આપી હતી. જે નોટોમાંથી કેટલીક નોટો અગાઉ પણ બજારમાં ફરતી કરવામાં આરોપીઓ સફળ રહ્યા છે. તે જ નોટોનો વધુ એક જથ્થો બજારમાં ફરતી કરવાના હેતુથી બંને આરોપીઓ નાની મોટી ખરીદી કરી. વધારે રૂપિયા કમાવવાની લાલચે બંને આરોપીઓ ફસાયા નકલી નોટો વેપારીઓને આપી તેની સામે અસલ નોટ મેળવી બનાવટી રૂપિયા માર્કેટમાં ફરતા કરી અસલી ચલણી નોટો તેમની પાસે મેળવી લેતા હતા. જેથી પોલીસે રાજસ્થાનના રફીક નામના ફરાર આરોપીની શોધખોળ માટે એક ટીમ રાજસ્થાન મોકલી આપી છે. બનાવટી નોટોના રેકેટમાં આરોપી અંગે તપાસ કરતા માહિતી સામે આવી કે મુખ્ય આરોપી રફીક અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લિફ્ટ ખરીદવા માટે આવ્યો હતો અને તે સમયે રાકેશ રામનો સંપર્ક થતા બનાવટી નોટોમાં ઝડપથી વધુ રૂપિયા મળતા હોવાની લાલચ આપી રાકેશ અને ત્યારબાદ ઈન્દ્રભૂષણને આ રેકેટમાં સંડોવ્યા હતા. જેમાં તે બનાવટી નોટો મોકલી અમદાવાદમાં વટાવતા હતા. ત્યારે રફીકની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર બે આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 100 અને 500ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે.
બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં
આ નોટો રાજસ્થાનના ફરાર આરોપીએ વેચાણ માટે આપી હતી. જોકે નોટો બજારમાં ફરતી થાય તે પહેલા જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી છે. હાલમાં આ બંને આરોપી ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠી અને રાકેશકુમાર ભગવાન રામ બાપુનગર પોલીસ કસ્ટડીમાં છે.
આરોપીઓ તેમના પ્લાનને સફળ બનાવે તે પહેલા પોલીસે ઝડપ્યા
જેમની પાસેથી પોલીસે 500 રૂપિયાના દરની સાત અને 100 રૂપિયાના દરની 529 બનાવટી ચલણી નોટો કબજે કરી છે. ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠી આ બનાવટી નોટો રખિયાલ બાપુનગર અને તેના આસપાસના વિસ્તારમાં છૂટક માર્કેટમાં ફરતી કરવાનો હતો. જોકે તે પહેલા પોલીસને માહિતી મળતા પોલીસે બનાવટી નોટોના જથ્થા સાથે ઈન્દ્ર ભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી લીધી. ત્યારે હકીકત સામે આવી કે અન્ય આરોપી રાકેશકુમાર ભગવાન રામ કે જે ઓઢવના ઈન્દિરા આવાસમાં રહે છે. તેણે આ નોટો ઈન્દ્ર ભૂષણને માર્કેટમાં ફરતી કરવા માટે આપી હતી.
અગાઉ પણ નકલી નોટો બજારમાં ફરતી કરી હતી
બનાવટી નોટોના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ નોટો રાજસ્થાનમાં રહેતા અને એ.એસ.મશીનરીના માલિક રફીકે આપી હતી અને કુલ દોઢ લાખ રૂપિયાની બનાવટી નોટો તેણે રાકેશ રામને આપી હતી. જે નોટોમાંથી કેટલીક નોટો અગાઉ પણ બજારમાં ફરતી કરવામાં આરોપીઓ સફળ રહ્યા છે. તે જ નોટોનો વધુ એક જથ્થો બજારમાં ફરતી કરવાના હેતુથી બંને આરોપીઓ નાની મોટી ખરીદી કરી.
વધારે રૂપિયા કમાવવાની લાલચે બંને આરોપીઓ ફસાયા
નકલી નોટો વેપારીઓને આપી તેની સામે અસલ નોટ મેળવી બનાવટી રૂપિયા માર્કેટમાં ફરતા કરી અસલી ચલણી નોટો તેમની પાસે મેળવી લેતા હતા. જેથી પોલીસે રાજસ્થાનના રફીક નામના ફરાર આરોપીની શોધખોળ માટે એક ટીમ રાજસ્થાન મોકલી આપી છે.
બનાવટી નોટોના રેકેટમાં આરોપી અંગે તપાસ કરતા માહિતી સામે આવી કે મુખ્ય આરોપી રફીક અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લિફ્ટ ખરીદવા માટે આવ્યો હતો અને તે સમયે રાકેશ રામનો સંપર્ક થતા બનાવટી નોટોમાં ઝડપથી વધુ રૂપિયા મળતા હોવાની લાલચ આપી રાકેશ અને ત્યારબાદ ઈન્દ્રભૂષણને આ રેકેટમાં સંડોવ્યા હતા. જેમાં તે બનાવટી નોટો મોકલી અમદાવાદમાં વટાવતા હતા. ત્યારે રફીકની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકે છે.