Surendranagar: સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સફાળે જાગ્યું, 10 હોસ્પિટલો શંકાના દાયરામાં

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે. સંદેશ ન્યુઝ ના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી રહી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ મેડિકલ માફિયાઓ પર લગામ લગાવા હવે તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી જિલ્લાની 10થી વધુ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ PMJAY યોજનામાં હોસ્પિટલો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાની આરોગ્ય વિભાગને શંકા છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા 10થી વધુ હોસ્પિટલોમાં દર્દીના ઓપરેશન અને બિલની અને ડેટા એન્ટ્રી સહિતની વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ સાથે દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ વિગત મેળવશે.

Surendranagar: સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સફાળે જાગ્યું, 10 હોસ્પિટલો શંકાના દાયરામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે. સંદેશ ન્યુઝ ના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ મેડિકલ માફિયાઓ પર લગામ લગાવા હવે તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી જિલ્લાની 10થી વધુ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ PMJAY યોજનામાં હોસ્પિટલો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાની આરોગ્ય વિભાગને શંકા છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા 10થી વધુ હોસ્પિટલોમાં દર્દીના ઓપરેશન અને બિલની અને ડેટા એન્ટ્રી સહિતની વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ સાથે દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ વિગત મેળવશે.