ભવ્ય મહોત્સવમાં રુરુભૈરવ પ્રતિમાની પ્રતિષ્ઠા : યજમાનો દ્વારા જળાભિષેક
માંડલ નગરમાં ખંભલાય માતાજી પ્રાગટય સ્થાન જળાશય મધ્યે તા.31મી ડિસેમ્બરે શ્રી સુવર્ણ કળશ શ્રી રુરુભૈરવ પ્રાણપ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવયજ્ઞના અણમોલ ધર્મોત્સવનો પ્રારંભ થયો હતો અને તા. 1લી જાન્યુઆરીએ માંડલ નગરમાં જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એવું દિવ્ય ભક્તિસભર વાતાવરણ વચ્ચે ખંભલાય માતાજીના નિજ મંદિર ઉપર 153 સુવર્ણ જડિત કળશોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.જળાશય મધ્યે મંગળવારની સાંજે રુરુભૈરવ દાદાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં મુખ્ય યજમાન પરિવાર નયનાબેન પીયૂષભાઈ રાવલ (અમેરીકા) તેમજ આઠ સહાયક યજમાનો અને કુલ મળી 153 યજમાન પરિવારો પાસે ડાકોરના વિદ્વાન શાસ્ત્રીજી જિગ્નેશભાઈ સહિતના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૈરવદાદાનું મહાપૂજન કરાવવામાં આવ્યું હતું. ભૈરવદાદાના શસ્ત્રોની મહાપુજા મુખ્ય યજમાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ પ્રતિમા ઉપર જળાભિષેક કરાયો હતો અને દિવ્ય મંત્રોચ્ચાર સાથે ભૈરવદાદાની પ્રતિમાની અંદર પ્રાણ પુરવાની વિધિ કરાઈ હતી. તેમજ તા.1લી જાન્યુઆરી નવા વર્ષની મંગળ પ્રભાતે યજમાનો દ્વારા આ મહાઅનુષ્ઠાનમાં સુવર્ણ કળશો ઉપર મહાભિષેક કરાવડાવ્યો તેમજ ધાર્મિક વિધિવિધાન પુર્ણ કરી યજમાનોને સુવર્ણ કળશો અર્પિત કરીને નગરમાં ભવ્ય કળશયાત્રા યોજવામાં આવી હતી. જળાશય સ્થિત પ્રાગટય મંદિરેથી આ શોભાયાત્રા શરૂ થઈ નગર મધ્યે આવેલ ખંભલાય માતાજીના મંદિર પહોંચી હતી. આ સુવર્ણ કળશ યાત્રા દરમ્યાન આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરાઈ હતી. સમગ્ર યજમાનો અને યાત્રા કળશ લઈને નીજ મંદિરે પહોંચ્યા બાદ મુખ્ય યજમાનના હસ્તે મંદિર શીખરનો મુખ્ય કળશ, ત્યારબાદ ચારેય દિશાના 8 કળશો અને નૃત્યમંડપના કળશો સહિત કુલ 153 કળશોનો ખંભલાય માતાજીના જય જયકાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કરાયો હતો. આ બંને પ્રસંગમાં યજમાન પરિવારો સહિત હજારો માઈભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માંડલ નગરમાં ખંભલાય માતાજી પ્રાગટય સ્થાન જળાશય મધ્યે તા.31મી ડિસેમ્બરે શ્રી સુવર્ણ કળશ શ્રી રુરુભૈરવ પ્રાણપ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવયજ્ઞના અણમોલ ધર્મોત્સવનો પ્રારંભ થયો હતો અને તા. 1લી જાન્યુઆરીએ માંડલ નગરમાં જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એવું દિવ્ય ભક્તિસભર વાતાવરણ વચ્ચે ખંભલાય માતાજીના નિજ મંદિર ઉપર 153 સુવર્ણ જડિત કળશોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
જળાશય મધ્યે મંગળવારની સાંજે રુરુભૈરવ દાદાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં મુખ્ય યજમાન પરિવાર નયનાબેન પીયૂષભાઈ રાવલ (અમેરીકા) તેમજ આઠ સહાયક યજમાનો અને કુલ મળી 153 યજમાન પરિવારો પાસે ડાકોરના વિદ્વાન શાસ્ત્રીજી જિગ્નેશભાઈ સહિતના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૈરવદાદાનું મહાપૂજન કરાવવામાં આવ્યું હતું. ભૈરવદાદાના શસ્ત્રોની મહાપુજા મુખ્ય યજમાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ પ્રતિમા ઉપર જળાભિષેક કરાયો હતો અને દિવ્ય મંત્રોચ્ચાર સાથે ભૈરવદાદાની પ્રતિમાની અંદર પ્રાણ પુરવાની વિધિ કરાઈ હતી.
તેમજ તા.1લી જાન્યુઆરી નવા વર્ષની મંગળ પ્રભાતે યજમાનો દ્વારા આ મહાઅનુષ્ઠાનમાં સુવર્ણ કળશો ઉપર મહાભિષેક કરાવડાવ્યો તેમજ ધાર્મિક વિધિવિધાન પુર્ણ કરી યજમાનોને સુવર્ણ કળશો અર્પિત કરીને નગરમાં ભવ્ય કળશયાત્રા યોજવામાં આવી હતી. જળાશય સ્થિત પ્રાગટય મંદિરેથી આ શોભાયાત્રા શરૂ થઈ નગર મધ્યે આવેલ ખંભલાય માતાજીના મંદિર પહોંચી હતી. આ સુવર્ણ કળશ યાત્રા દરમ્યાન આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરાઈ હતી. સમગ્ર યજમાનો અને યાત્રા કળશ લઈને નીજ મંદિરે પહોંચ્યા બાદ મુખ્ય યજમાનના હસ્તે મંદિર શીખરનો મુખ્ય કળશ, ત્યારબાદ ચારેય દિશાના 8 કળશો અને નૃત્યમંડપના કળશો સહિત કુલ 153 કળશોનો ખંભલાય માતાજીના જય જયકાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કરાયો હતો. આ બંને પ્રસંગમાં યજમાન પરિવારો સહિત હજારો માઈભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.