બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ!

Oct 20, 2025 - 19:30
બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામના સ્ટેટ હાઇવે પર અડધો ડઝન સિંહોએ આસન જમાવતા વાહનચાલકો થંભી ગયા હતા. કુલ છ જેટલા સિંહો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા, જેમાંથી બે સિંહ બેલડી વચ્ચે આધિપત્ય જમાવવા માટે જોરદાર ઘર્ષણ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હામાપુર માર્ગ પર કુલ 6 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. સિંહોએ સ્ટેટ હાઇવે પર લાંબો સમય સુધી અડીંગો જમાવ્યો હતો. આ દરમિયાન બે સિંહ બેલડી સામસામે આવી જતાં તેમની વચ્ચે પ્રદેશ પર આધિપત્ય સ્થાપવા માટે ઘર્ષણ થયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0