Gujarat News: રાજ્યમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો મેન્ટર પ્રોજેક્ટ, આરોપીઓની યાદી તૈયાર કરાઈ

Oct 20, 2025 - 21:30
Gujarat News: રાજ્યમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો મેન્ટર પ્રોજેક્ટ, આરોપીઓની યાદી તૈયાર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરાયો છે. પાંચ વર્ષમાં નાર્કોટિક્સ અને મિલકત સંબંધી ગુનાઓમાં ઝડપાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં આરોપીની માહિતી મોકલવામાં આવશે. સ્થાનિક પોલીસ દ્વારા જે તે આરોપી પર નજર રાખવી પડશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યાદીમાં સ્થાન પામેલા આરોપીની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે.

5 વર્ષમાં આવા ગુનામાં ઝડપાયેલાની યાદી તૈયાર કરાઈ

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, ઘણા સમયથી ગુજરાત પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ નાર્કોટિક્સ અને મિલકત સંબંધિત ગુનાઓ માટે શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સંબંધિત ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ માટે એક ચોક્કસ પોલીસ કર્મીને મેન્ટર તરીકે નિયુક્ત કરાયો છે.

સ્થાનિક પોલીસે આ આરોપી પર નજર રાખવાની રહેશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ એક આરોપી માટે એક મેન્ટર પદ્ધતિ હેઠળ કાર્યરત કરાયો છે. મેન્ટર તરીકે નિયુક્ત કરાયેલા પોલીસ કર્મીઓ આરોપીઓ પર સતત નજર રાખશે. તેમની સાથે સમયાંતરે સંપર્કમાં રહે છે અને ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રોજેક્ટના અમલથી અનેક વિસ્તારોમાં ગુનાખોરી ઘટી છે. પોલીસ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનો મજબૂતાઈથી અમલ કરશે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0