Halvadમાં મૃતદેહ મામલે થયો ચોંકાવનારો ખુલાસો, બીમારીથી મોત બાદ જંગલી પ્રાણીએ લાશને ફાડી ખાધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસો પહેલા માથું, ધડ અને શરીરના અન્ય અંગો અલગ-અલગ જગ્યાએથી મળી આવેલા એક મૃતદેહને લઈને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મૃત્યુની નોંધ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હતું અને ત્યાર બાદ જંગલી પ્રાણીએ લાશને ફાડી ખાધી હતી. આ કરુણ ઘટના શનિવારે સાંજે રાતકડી હનુમાન મંદિર તરફ જવાના રસ્તે બની હતી.
વિખેરાયેલો મૃતદેહ મળતાં મચી ગઈ હતી ચકચાર
અહીંથી એક વૃદ્ધનો વિખેરાયેલો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના શરીરના અંગો અલગ-અલગ સ્થળેથી મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં મૃતકની ઓળખ થઈ હતી. મૃતકનું નામ ઈશ્વરગીરી ઉર્ફે ઈસો ભાનુગીરી ગોસાઈ હોવાનું ખુલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે કમલભાઈનું મોત કોઈ ઈજા કે હુમલાથી નહીં પરંતુ બીમારીને કારણે થયું હતું. વૃદ્ધના મૃત્યુ બાદ તેમની લાશ ખુલ્લામાં પડી રહી હતી.
જંગલી પ્રાણી દ્વારા લાશને ફાડી ખાવામાં આવી
આ દરમિયાન કોઈ જંગલી પ્રાણી દ્વારા લાશને ફાડી ખાવામાં આવી હતી. જેના પરિણામે શરીરના અંગો વિખેરાઈ ગયા હતા. પોલીસે હવે અકસ્માતે મોતની નોંધ કરીને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ખુલાસા બાદ હત્યાની આશંકા દૂર થઈ છે પરંતુ વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ થયા બાદ લાશની આવી દશા થતાં સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ છે.
What's Your Reaction?






