ફાયર બ્રિગેડ હદ બહારના વિસ્તારમાં પણ ચાર્જ નહીં વસૂલી શકે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rescue Charge Controversy : ગાંધીનગર મહા નગરપાલિકા દ્વારા તેની હદ બહાર ફાયર બ્રિગેડની બચાવ કામગીરી માટે અઢી વર્ષ અગાઉ ચાર્જ નક્કી કરાયા હતા. ત્યારે રાયપુર નર્મદા કેનાલમાંથી મૃતદે બહાર કાઢવા માટે ફાયર ઓફિસર દ્વારા જ્યાં સુધી ચાર્જ નહીં ભરવામાં આવે ત્યાં સુધી જવાનો કેનાલમાં નહીં ઉતરે તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપીને ચાર્જ વસૂલતા આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કોઈ પણ મનપાને તેની હદ બહાર પણ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કાર્યનો ચાર્જ નહીં વસૂલવાનો આદેશ આપી દીધો છે.
ગાંધીનગર મહા નગરપાલિકા વિસ્તારમાં કોઈ આગ કે અકસ્માતની ઘટના બને તો ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચીને બચાવકાર્ય કરે છે, પરંતુ આ માટે કોઈ ચાર્જ વસૂલાતો નથી. જો કે, અઢી વર્ષ અગાઉ કોર્પોરેશન વિસ્તાર બહાર બંદોબસ્ત કે પછી કોઈપણ બચાવકાર્ય દરમિયાન ફાયર બ્રિગેડ જાય તો કલાક અને કિલોમીટર પ્રમાણે ચાર્જના દર નક્કી કરાયા હતા, જેને જેને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર પણ કરી દેવાયા હતા.
What's Your Reaction?






