પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નસવાડી,નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો હતો. પરંતુ, ગામ સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી નહીં શકતા ગ્રામજનો બે કિલોમીટર સુધી કાચા રસ્તે પગપાળા ચાલીને તેને સ્ટ્રેચરમાં ઉચકી ને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં છેવાડાનું કુપ્પા ગામ આવેલું છે. આઝાદીના વર્ષો પછી પણ કુપ્પા ગામે પહોંચવા માટે પાકા રસ્તા ની સુવિધા મળી નથી. કુપ્પા ગામની રમીલાબેન દિનેશભાઈ ડુંગરાભીલ સગર્ભા હતી અને તેની પ્રથમ પ્રસૂતિ હતી તેને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ઘરે જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને બાળક ને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળકની તબિયત વધુ લથડતા મહિલાને દુગ્ધા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્દમાં સારવાર માટે લઈ જવાની હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

