પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો

Apr 6, 2026 - 05:00
પોલીસ સ્ટેશનો  ઉપર  ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને બનાસકાંઠા એસઓજીએ સરહદ ઉપરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા આતંકી ગેંગના સાગરિતને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ તથા આબિદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલો હતો. આરોપી બિક્રમજીતસિંઘ પંજાબમાં સુરક્ષાદળાના એકમો તથા પોલીસ સ્ટેશનો ઉપર હેન્ડગ્રેનેડ હુમલા કરાવવાનો મુખ્ય સુત્રધાર  છે. પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. પોલીસે ચોક્કસ બાતમી આધારે ડીસાના ઢાબા પરથી પકડી પાડયો હતો. બિક્રમજીતસિંઘના ગુજરાતમાં રોકાણ દરમિયાન સ્થાનિક કક્ષાએ આઈએસઆઈ માટે કોઈ પ્રવૃત્તિ આચરી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0