પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની મુલાકાત લીધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા પોલીસ, RTO અને NHAI દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી એક્સન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરાય હતી.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને પ્રાણઘાતક ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ વિભાગ,RTO અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇવે પર આજે નવજીવન હોટલના કટ પાસે ત્રણેય વિભાગોના અધિકારીઓએ સાથે મળી સ્થળ મુલાકાત કરી હતી. પાનોલી, અંકલેશ્વર રૂરલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેશનલ હાઈવેના સમગ્ર પટ્ટા પર ગંભીર અકસ્માતોનું પ્રમાણ જોવા મળ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્રણેય એજન્સીઓએ સાથે મળીને ત્રણેય એંગલથી સ્થિતિની સમીક્ષા કરી છે. મુલાકાત દરમિયાન મીટિંગ યોજીને મિનિટ્સ નોટ તૈયાર કરવામાં આવી છે, જેમાં હાઈવે પર જરૂરી સુધારા-વધારા કરવા, ટ્રાફ્કિના નિયમોનું પાલન કરાવવું અને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના ચોક્કસ કાર્યો નક્કી કરવામાં આવ્યા છે. ત્રણેય વિભાગો સાથે મળીને આ એક્શન પ્લાન મુજબ કડક કાર્યવાહી કરશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

