પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kutch News : પાકિસ્તાનના 15-16 વર્ષની વયના કિશોર-કિશોરી રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંને કિશોર-કિશોરીને ખડીર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાપરથી ઝડપાયેલા બંને ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બંને એકબીજાની પડોશમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.
What's Your Reaction?






