પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ પતિ સાથે અણબનાવ બન્યા બાદ સાત વર્ષથી અલાયદી રહેતી મહિલા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ લગ્નનો ઇનકાર કરતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
પીડિતાએ કહ્યું છે કે,મારા લગ્ન ૧૦ વર્ષ પહેલાં થયા હતા અને ત્રણ વર્ષ બાદ અમારી વચ્ચે અણબનાવ બનતાં અમે અલગ રહીએ છીએ.જિમમાં વર્ક આઉટ દરમિયાન મારે એપ્રિલ-૨૦૨૩માં હિતેશ મારવાડી સાથે પરિચય થયો હતો અને અમે રિલેશનમાં આવ્યા હતા.
અમે સાથે હરતા ફરતા હતા અને હિતેશે મને લગ્ન કરવાની ખાતરી આપી હતી.થોડા સમય બાદ તે મારી સાથે ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો.
What's Your Reaction?






