પતંગ દોરીએ વધુ એક જીવ લીધો, 20 દિવસના બાળકે પિતા ગુમાવ્યા

વડોદરા : ઉત્તરાયણની મજા વચ્ચે કેટલાક પરિવારો એવા છે કે ઉત્તરાયણનો દિવસ કાયમ માટે આઘાત આપીને ગયો. વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પતંગના કારણે ૩ના મોત થયા છે જેમાં આજે એકનો ઉમેરો થયો છે. વરણામા નજીક કોટંબીના બાઇક ચાલક યુવકના ગળામાં પતંગદોરી ફસાતા ગળુ કપાયુ હતુ જેના કારણે તેનું મોત થયુ છે. વડોદરા નજીક આવેલા કોટંબી ગામમાં રહેતો અને ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ૨૬ વર્ષનો મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર બુધવારે કંપનીના કામ માટે બાઇક લઇને કરજણ ગયો હતો અને ત્યાંથી રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે વરણામા નજીક હાઇવે ઉપર મયુરસિંહના ગળામાં પતંગની દોરી ભરાઇ હતી જેના કારણે ગળામાં ઊંડો ઘા પડી ગયો હતો. મયુરસિંહને અજાણ્યા લોકોએ ૧૦૮ દ્વારા એસએસજી હોસ્પિટલ પહોંચાડયો હતો જ્યાં તેનું મોત થયુ હતું.

પતંગ દોરીએ વધુ એક જીવ લીધો, 20 દિવસના બાળકે પિતા ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : ઉત્તરાયણની મજા વચ્ચે કેટલાક પરિવારો એવા છે કે ઉત્તરાયણનો દિવસ કાયમ માટે આઘાત આપીને ગયો. વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પતંગના કારણે ૩ના મોત થયા છે જેમાં આજે એકનો ઉમેરો થયો છે. વરણામા નજીક કોટંબીના બાઇક ચાલક યુવકના ગળામાં પતંગદોરી ફસાતા ગળુ કપાયુ હતુ જેના કારણે તેનું મોત થયુ છે. 

વડોદરા નજીક આવેલા કોટંબી ગામમાં રહેતો અને ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ૨૬ વર્ષનો મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર બુધવારે કંપનીના કામ માટે બાઇક લઇને કરજણ ગયો હતો અને ત્યાંથી રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે વરણામા નજીક હાઇવે ઉપર મયુરસિંહના ગળામાં પતંગની દોરી ભરાઇ હતી જેના કારણે ગળામાં ઊંડો ઘા પડી ગયો હતો. મયુરસિંહને અજાણ્યા લોકોએ ૧૦૮ દ્વારા એસએસજી હોસ્પિટલ પહોંચાડયો હતો જ્યાં તેનું મોત થયુ હતું.