નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર રહેતા અને મેડિકલ એજન્સીનું કામ કરતા રહીશ ધરમપુરના તામછડી ગામે કામ માટે પહોંચ્યા હતા. મેડિકલ એજન્સીના સંચાલક 52,500ની રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ભરેલી બેગ કારમાં મૂકી અને કાર લોક કર્યા વિના નારિયળ પાણી પીવા માટે ગયા હતા. જે તકનો લાભ ઉઠાવી, ધોળે દહાડે ત્રાટકેલા ચોરટાઓએ પાર્ક કરેલી કારમાંથી 52,500ની મત્તા ભરેલી બેગ તફ્ડાવીને ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના હાંસોટ રોડ ખાતે આવેલ એબી/07 સાઈ સુમન રેસિડન્સીમાં રહેતા દેવભાઈ મૈયાભાઈ ચાવડીયા પેરીઝા હેલ્થ કેર નામની દવાનું ઉત્પાદન કરતી કંપનીની એજન્સીનું સંચાલન કરે છે. ગત રોજ તેઓ કાર નંબર જીજે 16 ડીકે 9144 લઈને ધરમપુર ખાતે આવેલ મેડિકલ સ્ટોરમાં માર્કેટિંગના કામ માટે આવ્યા હતા. તેઓ ધરમપુરના તામછડી ગામે પહોંચ્યા હતા. દેવભાઈએ તેમની કાર તામછડી ગામે આવેલ મંડળી પાસે પાર્ક કરી, નારિયળનું વેચાણ કરતા સ્થાનિક રહીશ પાસે નારિયળ પાણી પીવા માટે ગયા હતા. દરમિયાન તેમણે કુલ્લે 52,500ની રોકડ રકમ સહિતના દસ્તાવેજો ભરેલી બેગ કારમાં મૂકી, કાર લોક કરવાનું ચૂકી ગયા હતા. નારિયળ પાણી પી લીધા બાદ દેવભાઈ કારમાં બેઠા હતા. આ દરમિયાન રોકડ રકમ સહિતની ચીજવસ્તુ ભરેલી બેગ નજરે નહીં મળતાં, દેવભાઈએ બેગનીનજીકના વિસ્તારોમાં તપાસ કરી હતી, જે બેગ મળી આવી ન હતી. આખરે ચોરટાઓએ કારમાલિકની જાણ બહાર કારનો દરવાજો ખોલી, 52,500ની રોકડ રકમ સહિતની બેગ તફ્ડાવીને ફરાર થઈ ગયાનું જણાતા દેવભાઈએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

