નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપળા, નાંદોદ (હાલ ગરૃડેશ્વર) તાલુકાના બખર ગામની જમીનની નોંધ મંજૂર કરવામાં નિયમો નેવે મૂકીને સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન કરવાના કેસમાં પકડાયેલા તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ કેસની સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સરકારી સત્તાનો ખોટો ઉપયોગ કરીને રાજ્ય સરકારને ૧.૨૯ કરોડનું આથક નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાતા અદાલતે ૮ મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબ, આ પ્રકરણમાં અગાઉ રદ્દ થઈ ચૂકેલી નોંધને જ ફરીથી મંજૂર કરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

