નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપલા, તા.૨૩ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા તા.૧૯મી માર્ચથી શરૃ થઈ છે. આ પરિક્રમા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પરિક્રમામાં અવ્યવસ્થા ના સર્જાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.
પરિક્રમા અર્થે આવતા ભક્તોને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શનિવાર કે જાહેર રજાના અથવા ધામક તહેવારની રજાની આગલી રાત્રે આવતા હોય છે, તેવા ભક્તો મંગળવાર-બુધવાર-ગુરૃવાર જેવા સામાન્ય દિવસોમાં આવે તો શ્રદ્ધાળુઓને વહીવટી તંત્ર દ્વારા સારી સુવિધા પૂરી પાડી શકાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

