ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Conversion Case: ગુજરાત હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લગતા કેસના ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા હોવાનો દાવો કરતી વ્યક્તિ જો અન્ય લોકોને ધર્માંતરણ કરવા માટે પ્રેરિત કરવાના કૃત્યમાં સંડોવાયેલી હોય તો તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી શકાય છે.
કેટલાક અરજદાર-આરોપીઓ તરફે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી રજૂઆત કરી હતી કે તેમનું ધર્માંતરણ થયું છે અને તેઓ આ મામલામાં પીડિત હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે FIRમાં લગાવવામાં આવેલા આક્ષેપની નોંધ લેતા કહ્યું કે આરોપીઓ પર દબાણ અને લાલચ દ્વારા અન્ય લોકોને ધર્માંતરણ માટે લલચાવવાનો આરોપ છે.
આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2018માં ફરિયાદીને ખોટી જાણકારી આપી સુરતમાં ધર્માંતરણ કરવવામાં આવ્યો હતો.
What's Your Reaction?






