દિલ્હીના કર્મકાંડીની વિકૃતિઃ મિત્રતાની ના પાડતા યુવતી અને તેની માતાના ન્યૂડ ફેટા વાયરલ કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે મિશન સાઈબર સુરક્ષા અંતર્ગત એક ચોંકાવનારા આંતરરાજ્ય ગુનાનો પર્દાફશ કરીને દિલ્હીથી એક કથાવાચકની ધરપકડ કરી છે. આરોપીએ એક યુવતી અને તેની માતાના એઆઈ ટેક્નોલોજીની મદદથી 100થી વધુ અશ્લીલ અને ન્યૂડ ફેટા બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
મૂળ દિલ્હીનો રહેવાસી અને સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉપદેશોના વીડિયો અપલોડ કરતો 27 વર્ષીય સુમિત નેમચંદ શર્મા કર્મકાંડનું કામ કરે છે. ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલી અમદાવાદની યુવતીનો તેણે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને ધાર્મિક વાતો કરીને મિત્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ તેની સાથે મિત્રતા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. મિત્રતાના ઇન્કારથી ઉશ્કેરાયેલા આરોપી સુમિતે યુવતીનો ડિજિટલ પીછો શરૂ કર્યો હતો. તેણે યુવતીના અસલી એકાઉન્ટમાંથી તેના અને તેની માતાના ફેટા ડાઉનલોજી કર્યા અને ગૂગલ પરથી અલગ-અલગ વેબસાઇટ્સના માધ્યમથી બંનેના આપત્તિજનક ન્યૂડ ફેટા અને વીડિયો તૈયાર કર્યા હતા. આરોપીએ યુવતીના નામે 3 ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી અને નકલી યુટયુબ ચેનલ બનાવીને આ બિભત્સ ફેટા ઓનલાઇન અપલોડ કર્યા હતા. આરોપીએ તેના ફેન પર આવા 8 થી 10 ફેક એકાઉન્ટ્સ ખોલ્યા હતા. યુવતીની ફ્રિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરીને દિલ્હીના કરતારનગર વિસ્તારમાંથી આરોપી સુમિત શર્માને દબોચી લીધો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

