દાણીલીમડામાં 11 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડકરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં વધતા જતા નશાના કાળા કારોબારને ડામવા માટે થઈને ગૃહવિભાગે પોલીસ વિભાગને કડક શબ્દોમાં સુચના આપી છે. જેના પગલે ANTF સ્કવોડ દ્વારા રામોલના તનમન ચાર રસ્તા પાસેથી ગેરકાયદેસર અફીણના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો છે. ત્યારે દાણીલીમડા પોલીસે ૧૧ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. રામોલમાં ANTFની ટીમે બાતમીના આધારે પ્રવીણકુમાર પુરોહિતને ૭૫.૬૩ ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જેમાં તેની પૂછપરછ કરતા અફીણનો જથ્થો લેવા માટે આરોપીએ ઇસનપુરના સુરેશ બિશ્નોઈનો સંપર્ક કર્યો હતો. અને આરોપી સુરેશે ઘોડાસરના ઈશ્વરલાલ પુરોહિત પાસેથી રૂ.૧૬ હજારમાં અફીણ ખરીદ્યું હતુ. જેથી પોલીસે ફ્રાર આરોપી સુરેશ બિશ્નોઈ અને ઈશ્વરલાલ પુરોહિત સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ્ દાણીલીમડામાં નળવાળી ચાલીમાં પોલીસે દરોડા પાડી ગેરકાયદેસર ગાંજાનુ વેચાણ કરી રહેલા ફ્રિોજ ઉર્ફે ઘોડા પઠાણની રૂ.૫.૬૯ લાખના ૧૧ કિલો ૭૭૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા નડીયાદમાં રહેતા ઇસરાઈલ નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો છુટકમાં વેચાણ કરવા માટે લાવ્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરીને ફ્રાર આરોપી ઈસરાઈલની શોધખોળ શરુ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

