Vadodara: ફતેહગંજમાં 160 કિલો અખાદ્ય બિરયાનીનો નાશ, દુકાન તાત્કાલિક બંધ કરાવાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક અને બેદરકાર ખાદ્યપદાર્થ વિક્રેતાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ફૂડ સેફ્ટી ટીમે શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ખાણી-પીણીના એકમો પર અચાનક દરોડા પાડ્યા હતા.
ફતેહગંજમાં ખાણી-પીણીના એકમો પર દરોડા
તપાસ દરમિયાન ફતેહગંજ સ્થિત 'બોમ્બે રસોઈ' નામના એકમમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર ઉમેરેલી બિરયાની બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કિચન અને આસપાસના ભાગે અત્યંત ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.VMC ફૂડ વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને બોમ્બે રસોઈમાંથી 160 કિલો જેટલી અખાદ્ય બિરયાનીનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત નજીકમાં જ આવેલા 'ઝમઝમ કેટરર્સ'માંથી પણ હાનિકારક કલરવાળી બિરયાની મળી આવી હતી.
દુકાનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી
માનવ આરોગ્ય માટે જોખમી એવી 160 કિલો અખાદ્ય બિરયાનીનો વડોદરા મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ નાશ કર્યો હતો.ભારે અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોના સરેઆમ ભંગ બદલ 'બોમ્બે રસોઈ' દુકાનને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવામાં આવી છે. બિરયાની અને વપરાયેલા સિન્થેટિક કલરના સેમ્પલ મેળવીને વધુ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ સંચાલકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: Ahmedabad: વટવામાં સગીરાની છેડતી કરનાર આરોપીની ધરપકડ, રી-કન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

