Ahmedabadના રાણીપમાં હેર સલૂનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

Aug 25, 2026 - 17:30
Ahmedabadના રાણીપમાં હેર સલૂનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 1.15 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાંથી ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ત્વરિત દરોડો પાડીને સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 1.15 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે સ્થળ પરથી હિરેન ભટ્ટ નામના યુવકની રેડ હેન્ડેડ ધરપકડ કરી લીધી છે.

ગોમતીપુરનો મુખ્ય સપ્લાયર રહીમ અન્સારી ફરાર

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાનાર આરોપી હિરેન ભટ્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો તેને ગોમતીપુર વિસ્તારમાં રહેતા રહીમ અન્સારી નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે. નશાનો આ જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર રહીમ અન્સારી હાલ પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપી રહીમ અન્સારીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે NDPS હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી

આ સમગ્ર કૌભાંડ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ (NDPS) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હેર સલૂનની આડમાં ક્યારથી આ નશાનો કારોબાર ચાલતો હતો, આ સિવાય અન્ય કોણ કોણ લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે અને શહેરમાં કયા યુવકોને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં રોગચાળાનો હાહાકાર! 23 દિવસમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દોડતું થયું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0