દાંડીના દરિયામાં ન્હાવા પડેલા છ લોકો ડૂબ્યા, પોલીસ-હોમગાર્ડે બે લોકોને બચાવ્યા, ચાર હજુ ગુમ

Dandi Sea News : નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો છે અને ચાર લોકો ગુમ થયા છે. આજે(રવિવાર) રજા હોવાથી લોકો નવસારીના દાંડીના દરિયાકાંઠે ફરવા અને ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન છ લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા. જોકે આ તમામે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પોલીસ જવાનો અને હોમગાર્ડ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે પુરૂષોને બચાવી લીધા હતા. જોકે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તરવૈયાઓ આ તમામને શોધી રહ્યા છે. જેમાં એક મહિલા, એક યુવતી અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, દરિયામાં ગુમ થયેલા લોકો ખડસૂપાના રહેવાસી છે.મહત્વનું છે કે, ઉનાળાની સીઝનમાં લોકો દરિયા અને નદીઓમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત અઠવાડિયામાં ભાવનગર અને પોરબંદરના દરિયામાં પણ આવી ઘટના બની હતી.મંગળવારે ભાવનગરના કોળીયાકના દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા, એકનું મોતગત મંગળવારે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્રો કોળીયાકના દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા. અચાનક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર ખેંચી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક દરિયામાં ગરકાવ થઈ જતા મોત થયું હતું.ગુરૂવારે પોરબંદરના દરિયામાં માતા-પુત્ર ડૂબ્યા, બાળકનું મોતગત ગુરૂવારે પોરબંદરના ચોપાટી નજીક નાદરિયામાં એક મહિલા અને એક બાળક દરિયામાં ડૂબ્યા હતા. જોકે, અહીંના માછીમાર રાજુભાઇ સોલંકી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે મહિલા અને બાળકને ડૂબતા બચાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. તાત્કાલિક બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમા પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું અને મહિલાની હાલત ગંભીર છે. બીજી તરફ મહિલા અકસ્માતે દરિયામાં પડી હતી કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

દાંડીના દરિયામાં ન્હાવા પડેલા છ લોકો ડૂબ્યા, પોલીસ-હોમગાર્ડે બે લોકોને બચાવ્યા, ચાર હજુ ગુમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dandi Sea News : નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો છે અને ચાર લોકો ગુમ થયા છે. આજે(રવિવાર) રજા હોવાથી લોકો નવસારીના દાંડીના દરિયાકાંઠે ફરવા અને ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન છ લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા. જોકે આ તમામે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પોલીસ જવાનો અને હોમગાર્ડ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે પુરૂષોને બચાવી લીધા હતા. જોકે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તરવૈયાઓ આ તમામને શોધી રહ્યા છે. જેમાં એક મહિલા, એક યુવતી અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, દરિયામાં ગુમ થયેલા લોકો ખડસૂપાના રહેવાસી છે.

મહત્વનું છે કે, ઉનાળાની સીઝનમાં લોકો દરિયા અને નદીઓમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત અઠવાડિયામાં ભાવનગર અને પોરબંદરના દરિયામાં પણ આવી ઘટના બની હતી.

મંગળવારે ભાવનગરના કોળીયાકના દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા, એકનું મોત

ગત મંગળવારે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્રો કોળીયાકના દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા. અચાનક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર ખેંચી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક દરિયામાં ગરકાવ થઈ જતા મોત થયું હતું.

ગુરૂવારે પોરબંદરના દરિયામાં માતા-પુત્ર ડૂબ્યા, બાળકનું મોત

ગત ગુરૂવારે પોરબંદરના ચોપાટી નજીક નાદરિયામાં એક મહિલા અને એક બાળક દરિયામાં ડૂબ્યા હતા. જોકે, અહીંના માછીમાર રાજુભાઇ સોલંકી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે મહિલા અને બાળકને ડૂબતા બચાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. તાત્કાલિક બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમા પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું અને મહિલાની હાલત ગંભીર છે. બીજી તરફ મહિલા અકસ્માતે દરિયામાં પડી હતી કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.