તાપી જિલ્લાની શાળાઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વ્યારા : તાપી જિલ્લાની કેટલીક શાળાઓમાં ગુરુવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની આસ્થાભેર તથા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. માસૂમ બાળકો શ્રીકૃષ્ણ તથા ગોપીઓની વેશભૂષામાં શાળાઓમાં આવતા વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. તાપી જિલ્લામાં શુક્રવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી થાય તે પૂર્વે આજરોજ કેટલીક શાળાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નિઝરની લેટ પી.એમ.પટેલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ, રાધા અને ગોપીઓની વેશભૂષા ધારણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મની સુંદર ઝાંખી, દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ચેરમેન દેવરામભાઇ પટેલ, આચાર્ય શીતલ શર્મા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સુંદર રીતે કાર્યક્રમ રજૂ કર્યો હતો. જિલ્લાની અન્ય શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી નો નાદ ગુંજી ઉઠયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

