ડીંડોલીમાં ડમ્પર અડફટે પિતાની નજર સામે ધો-10માં ભણતા પુત્રનું મોત

- સવારે પુત્રને બાઇક ઉપર સ્કૂલે મુકવા જતા હતા ત્યારે ડમ્પરે ઉડાવ્યા ઃ લોકોએ ચાલકને ફટકારી પોલીસને સોંપ્યો સુરત,:ડીંડોલીમાં નવાગામ બ્રીજ નજીક આજે શુક્રવારે વહેલી સવારે પિતા પોતાના 15 વર્ષના પુત્રને સ્કુલે મુકવા જતી તે વખતે  એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ધો.10ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના પિતા ચમત્કારિક રીતે બચી  ગયા હતા.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમા માર્ક પોઇન્ટ પાસે વિજયાનગરમાં રહેતા ૪૫ વર્ષીય તુકારામ કીલ્યા નાઇક આજે શુકવારે સવારે તેમનો ૧૫ વર્ષીય પુત્ર સાહિલને બાઇક પર લિંબાયતમાં નીલીગીરી ખાતે આવેલી સ્કુલે મુકવા નીકળ્યા હતા. તે સમયે ડિંડોલીના નવાગામ બ્રીજ ચઢતા પુરપાટ ઝડપે હંકારતા એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ  કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જોકે ઘટનાને પગલે સ્થળ એકત્ર  થયેલા લોકો ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પરના ચાલક સતિષ બટુકબહારદુર સિંગ (રહે- અપેક્ષાનગર, પાંડેસરા)ને પકડીને પોલીસને સોંપી દીધો હતો. જયારે તેના પિતા તુકારાનો બચી ગયા હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે સાહિલ મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. તે લિંબાયતની સાર્વજનિક મરાઠી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ છે. તેના પિતા કડીયા કામ કરે છે. જયારે સાહિલના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડયુ હતું. અને ત્યાંના લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે ડીંડોલી પોલીસે ડમ્પર ચાલક સતિષ વિરુધ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ડીંડોલીમાં ડમ્પર અડફટે પિતાની નજર સામે ધો-10માં ભણતા પુત્રનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સવારે પુત્રને બાઇક ઉપર સ્કૂલે મુકવા જતા હતા ત્યારે ડમ્પરે ઉડાવ્યા ઃ લોકોએ ચાલકને ફટકારી પોલીસને સોંપ્યો

 સુરત,:

ડીંડોલીમાં નવાગામ બ્રીજ નજીક આજે શુક્રવારે વહેલી સવારે પિતા પોતાના 15 વર્ષના પુત્રને સ્કુલે મુકવા જતી તે વખતે  એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ધો.10ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના પિતા ચમત્કારિક રીતે બચી  ગયા હતા.


સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમા માર્ક પોઇન્ટ પાસે વિજયાનગરમાં રહેતા ૪૫ વર્ષીય તુકારામ કીલ્યા નાઇક આજે શુકવારે સવારે તેમનો ૧૫ વર્ષીય પુત્ર સાહિલને બાઇક પર લિંબાયતમાં નીલીગીરી ખાતે આવેલી સ્કુલે મુકવા નીકળ્યા હતા. તે સમયે ડિંડોલીના નવાગામ બ્રીજ ચઢતા પુરપાટ ઝડપે હંકારતા એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ  કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જોકે ઘટનાને પગલે સ્થળ એકત્ર  થયેલા લોકો ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પરના ચાલક સતિષ બટુકબહારદુર સિંગ (રહે- અપેક્ષાનગર, પાંડેસરા)ને પકડીને પોલીસને સોંપી દીધો હતો. જયારે તેના પિતા તુકારાનો બચી ગયા હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે સાહિલ મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. તે લિંબાયતની સાર્વજનિક મરાઠી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ છે. તેના પિતા કડીયા કામ કરે છે. જયારે સાહિલના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડયુ હતું. અને ત્યાંના લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે ડીંડોલી પોલીસે ડમ્પર ચાલક સતિષ વિરુધ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.