ઠાસરામાં વેપારી બેંકના ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

- 1.71 કરોડના કૌભાંડમાં 15 વિરૂદ્ધ ફરિયાદ - મુખ્ય આરોપીના ભાઈ સહિત બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર : હજુ 9 આરોપીઓ પોલીસ પકડથી દૂરઠાસરા : ઠાસરા ખાતે વેપારી બેંકમાં રૂપિયા ૧.૭૧ કરોડના ગોલ્ડ લૉન કૌભાંડમાં ૧૫ શખ્સો વિરૂદ્ધ ક્રેડિટ સોસાયટીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ૪ આરોપીઓને પોલીસ પકડયા હતા. બાદમાં શનિવારે કૌભાંડના મુખ્ય આરોપીના મોટાભાઈ સહિત બે આરોપી ઝડપાયા છે. બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે હજુ આ કૌભાંડમાં ૯ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.ઠાસરા નગર પાલિકાના હોળી ચકલામાં આવેલી વેપારી કો. ઓ. સોસાયટીમાં થયેલા ગોલ્ડ લોન કૌભાંડમાં ક્રેડિટ સોસાયટીના ચેરમેન અરુણભાઈ પટેલે ૧૫ શખ્સો વિરુદ્ધ ઠાસરા પોલીસ સ્ટેશનમાં તા. ૧૪/૬/૨૦૨૪ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઠાસરા પોલીસે કિરણ મેલાભાઈ બારીયા, અજિત રમણભાઈ રાઠોડ, રાજેન્દ્ર ભુપેન્દ્રભાઈ દરજી અને અબ્દુલ મુકીત કાજી મળીને ચાર આરોપીને ઝડપી પાડયા હતા. આ ચાર આરોપી પૈકી અબ્દુલ મુકીત કાજીને જામિન મળ્યા હતા. ત્યારે તા. ૧૦/૮/૨૦૨૪ને શનિવારે ગોલ્ડ લૉન કૌભાંડના મુખ્ય આરોપી ચિરાગ ચોક્સીનો મોટોભાઈ દેવાંગ જગદીશભાઈ ચોક્સીની ઠાસરા પોલીસે ધરપકડ કરી હતી. તેમની સાથે બીજા આરોપી પ્રજ્ઞોશ પૂનમભાઈ રાણાની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને રવિવારે બપોરે ઠાસરા જજ પાસે પોલીસે રજુ કરી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હાલ ઠાસરા પોલીસ કસ્ટડીમાં રાખી આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરાઈ રહી છે. હજુ ઠાસરા વેપારી બેંકના ગોલ્ડ લોન કૌભાંડના ૯ આરોપીઓ નાસ્તા ફરે છે. જેમને પકડવા ઠાસરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઠાસરામાં વેપારી બેંકના ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 1.71 કરોડના કૌભાંડમાં 15 વિરૂદ્ધ ફરિયાદ 

- મુખ્ય આરોપીના ભાઈ સહિત બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર : હજુ 9 આરોપીઓ પોલીસ પકડથી દૂર

ઠાસરા : ઠાસરા ખાતે વેપારી બેંકમાં રૂપિયા ૧.૭૧ કરોડના ગોલ્ડ લૉન કૌભાંડમાં ૧૫ શખ્સો વિરૂદ્ધ ક્રેડિટ સોસાયટીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ૪ આરોપીઓને પોલીસ પકડયા હતા. બાદમાં શનિવારે કૌભાંડના મુખ્ય આરોપીના મોટાભાઈ સહિત બે આરોપી ઝડપાયા છે. બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે હજુ આ કૌભાંડમાં ૯ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

ઠાસરા નગર પાલિકાના હોળી ચકલામાં આવેલી વેપારી કો. ઓ. સોસાયટીમાં થયેલા ગોલ્ડ લોન કૌભાંડમાં ક્રેડિટ સોસાયટીના ચેરમેન અરુણભાઈ પટેલે ૧૫ શખ્સો વિરુદ્ધ ઠાસરા પોલીસ સ્ટેશનમાં તા. ૧૪/૬/૨૦૨૪ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઠાસરા પોલીસે કિરણ મેલાભાઈ બારીયા, અજિત રમણભાઈ રાઠોડ, રાજેન્દ્ર ભુપેન્દ્રભાઈ દરજી અને અબ્દુલ મુકીત કાજી મળીને ચાર આરોપીને ઝડપી પાડયા હતા. આ ચાર આરોપી પૈકી અબ્દુલ મુકીત કાજીને જામિન મળ્યા હતા. ત્યારે તા. ૧૦/૮/૨૦૨૪ને શનિવારે ગોલ્ડ લૉન કૌભાંડના મુખ્ય આરોપી ચિરાગ ચોક્સીનો મોટોભાઈ દેવાંગ જગદીશભાઈ ચોક્સીની ઠાસરા પોલીસે ધરપકડ કરી હતી. તેમની સાથે બીજા આરોપી પ્રજ્ઞોશ પૂનમભાઈ રાણાની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને રવિવારે બપોરે ઠાસરા જજ પાસે પોલીસે રજુ કરી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હાલ ઠાસરા પોલીસ કસ્ટડીમાં રાખી આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરાઈ રહી છે. હજુ ઠાસરા વેપારી બેંકના ગોલ્ડ લોન કૌભાંડના ૯ આરોપીઓ નાસ્તા ફરે છે. જેમને પકડવા ઠાસરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.