Ahmedabad SOG પોલીસે 19.45 કિલો ગાંજા સાથે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ એસઓજીએ 19.45 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રના બે સપ્લાયરની ધરપકડ કરી છે,સરદારનગરથી આ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે,આસારામ આશ્રમની બહારથી બાતમીના આધારે આ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.નિરંજન અને બેબીબેન અભંગેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે. ગાંજાને લઈ વધુ તપાસ હાથધરાઈ ગાંજો અને ડ્રગ્સને લઈ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની રહી છે અને આરોપીને ઝડપી જેલ હવાલે કરી રહી છે,મહારાષ્ટ્રના બે લોકોની ગાંજા સાથેની ધરપકડમાં એક આરોપી ફરાર છે,ગાંજો કયાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તેને લઈ પોલીસે આરોપીની પૂછપરછ હાથધરી છે.અમદાવાદ શહેરમાં અગાઉ પણ અલગ-અલગ જગ્યાએથી ગાંજો ઝડપાયો છે,ત્યારે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. 12 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું ડ્રગ્સ ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે,આવી જ એક ઘટના આજે બની છે.જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ,પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 06-09-2024ના રોજ 200 કિલો ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે. 10-08-2024ના રોજ પણ ઝડપ્યું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. 11-08-2024ના રોજ પોસ્ટ ઓફિસમાંથી ઝડપ્યું ડ્રગ્સ અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.  

Ahmedabad SOG પોલીસે 19.45 કિલો ગાંજા સાથે બે આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એસઓજીએ 19.45 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રના બે સપ્લાયરની ધરપકડ કરી છે,સરદારનગરથી આ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે,આસારામ આશ્રમની બહારથી બાતમીના આધારે આ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.નિરંજન અને બેબીબેન અભંગેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે.

ગાંજાને લઈ વધુ તપાસ હાથધરાઈ

ગાંજો અને ડ્રગ્સને લઈ અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની રહી છે અને આરોપીને ઝડપી જેલ હવાલે કરી રહી છે,મહારાષ્ટ્રના બે લોકોની ગાંજા સાથેની ધરપકડમાં એક આરોપી ફરાર છે,ગાંજો કયાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તેને લઈ પોલીસે આરોપીની પૂછપરછ હાથધરી છે.અમદાવાદ શહેરમાં અગાઉ પણ અલગ-અલગ જગ્યાએથી ગાંજો ઝડપાયો છે,ત્યારે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

12 સપ્ટેમ્બર 2024ના રોજ ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું ડ્રગ્સ

ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે,આવી જ એક ઘટના આજે બની છે.જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા,આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ,પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

06-09-2024ના રોજ 200 કિલો ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે.

10-08-2024ના રોજ પણ ઝડપ્યું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.

11-08-2024ના રોજ પોસ્ટ ઓફિસમાંથી ઝડપ્યું ડ્રગ્સ

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.