Dahodમા બે આખલાઓ રોડની વચ્ચે ઝઘડતા એક યુવકને અડફેટે લેતા થયો ઈજાગ્રસ્ત
દાહોદમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ બે આખલાના યુદ્ધમાં યુવક આવ્યો અડફેટે બાઈકસવાર યુવકને પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયો ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે,આ સમસ્યા દૂર નથી થઈ રહી જેનો ભોગ સ્થાનિકો બની રહ્યાં છે,દાહોદમાં યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બે આખલા રોડ પર ઝઘડી રહ્યાં હતા જેના કારણે યુવકને આખલાઓઓ અડફેટે લેતા તે ઘટના સ્થળે ઈજાગ્રસ્ત થયો હતો,આસપાસના સ્થાનિકોઓ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા તેને પગના ભાગે ફેકચર થયુ છે. 15 દિવસમાં આખલા યુદ્ધમાં 4 લોકો ઈજાગ્રસ્ત અમરેલીની જેમ દાહોદ જિલ્લામાં પણ આખલા યુદ્ધ જોવા મળે છે,રસ્તા પર આખલાઓ આતંક મચાવે છે જેને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ છે.છેલ્લા 15 દિવસમાં આખલા યુદ્ધમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે,તો બીજી તરફ રખડતા ઢોરને પકડવામાં તંત્ર ઘોર નિદ્રામાં છે.રખડતા ઢોરોથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે અને તંત્રના પેટનું પાણી નથી હલતું. વિસનગરમાં ઢોર પાંજરે પૂર્યા વિસનગર શહેરમાં રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. રખડતા ઢોરને કારણે ઘણીવાર અકસ્માત પણ સર્જાયા છે.જેમાં પાલિકા દ્વારા 62 રખડતા ઢોરને પકડીને આદર્શ સ્કૂલની સામે મેદાનમાં પૂરવામાં આવ્યા હતા. આમ પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આંણદમા 75થી વધુ પશુઓને પકડી ડબ્બામાં પૂરવામાં આવ્યા આણંદ શહેરમાં પાલિકાએ પકડેલા રખડતા ઢોરને છોડાવવા પ્રત્યે પશુપાલકો સંવેદશીલ હોય તેવું જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં આણંદ પાલિકા તરફથી 75થી વધુ પશુઓને પકડી ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. જેની સામે પશુપાલકો અત્યાર સુધીમાં ફક્ત ત્રણ જ પશુઓને છોડાવી ગયા છે. જે ત્રણ પશુઓને છોડાવાયા છે, તે દૂધાળી ગાયો છે. ઢોરપાલકો પોતાના ઢોરની પણ કેટલી કાળજી લે છે અને તેના વાસ્તવમાં તેના પ્રત્યે કેટલા નિષ્ઠુર છે, તે પશુઓને છોડાવી જવાના તેમના વલણ પરથી સમજી શકાય એમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દાહોદમાં રખડતા ઢોરનો આતંક યથાવત્
- બે આખલાના યુદ્ધમાં યુવક આવ્યો અડફેટે
- બાઈકસવાર યુવકને પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયો
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે,આ સમસ્યા દૂર નથી થઈ રહી જેનો ભોગ સ્થાનિકો બની રહ્યાં છે,દાહોદમાં યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બે આખલા રોડ પર ઝઘડી રહ્યાં હતા જેના કારણે યુવકને આખલાઓઓ અડફેટે લેતા તે ઘટના સ્થળે ઈજાગ્રસ્ત થયો હતો,આસપાસના સ્થાનિકોઓ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડતા તેને પગના ભાગે ફેકચર થયુ છે.
15 દિવસમાં આખલા યુદ્ધમાં 4 લોકો ઈજાગ્રસ્ત
અમરેલીની જેમ દાહોદ જિલ્લામાં પણ આખલા યુદ્ધ જોવા મળે છે,રસ્તા પર આખલાઓ આતંક મચાવે છે જેને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ છે.છેલ્લા 15 દિવસમાં આખલા યુદ્ધમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે,તો બીજી તરફ રખડતા ઢોરને પકડવામાં તંત્ર ઘોર નિદ્રામાં છે.રખડતા ઢોરોથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે અને તંત્રના પેટનું પાણી નથી હલતું.
વિસનગરમાં ઢોર પાંજરે પૂર્યા
વિસનગર શહેરમાં રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. રખડતા ઢોરને કારણે ઘણીવાર અકસ્માત પણ સર્જાયા છે.જેમાં પાલિકા દ્વારા 62 રખડતા ઢોરને પકડીને આદર્શ સ્કૂલની સામે મેદાનમાં પૂરવામાં આવ્યા હતા. આમ પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આંણદમા 75થી વધુ પશુઓને પકડી ડબ્બામાં પૂરવામાં આવ્યા
આણંદ શહેરમાં પાલિકાએ પકડેલા રખડતા ઢોરને છોડાવવા પ્રત્યે પશુપાલકો સંવેદશીલ હોય તેવું જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં આણંદ પાલિકા તરફથી 75થી વધુ પશુઓને પકડી ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. જેની સામે પશુપાલકો અત્યાર સુધીમાં ફક્ત ત્રણ જ પશુઓને છોડાવી ગયા છે. જે ત્રણ પશુઓને છોડાવાયા છે, તે દૂધાળી ગાયો છે. ઢોરપાલકો પોતાના ઢોરની પણ કેટલી કાળજી લે છે અને તેના વાસ્તવમાં તેના પ્રત્યે કેટલા નિષ્ઠુર છે, તે પશુઓને છોડાવી જવાના તેમના વલણ પરથી સમજી શકાય એમ છે.