ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવારના રોજ
- દિયર-ભાભીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
આણંદ : આણંદ જિલ્લાના અડાસ-વાસદ રેલવે ટ્રેક ઉપર શનિવાર રાત્રિના સુમારે પસાર થઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર યુવક-યુવતી મધ્યપ્રદેશના ગ્વાલિયરના હોવાનું અને બંને દિયર-ભાભી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
ગત તારીખ ૨૧મી ફેબુ્રઆરીની રાત્રિના સુમારે આણંદથી વડોદરા તરફના રેલવે ટ્રેક ઉપરથી નવજીવન એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન એક ૩૫ વર્ષના યુવક અને ૩૦ વર્ષની યુવતીએ રેલવે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું અને પુરપાટ ઝડપે ટ્રેન પસાર થઈ જતા બંનેની ખોપડીના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

