ટેન્કરમાંથી ગેરકાયદે કેમીકલની ચોરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ,મંગળવારશહેરના ઓઢવ રીંગ રોડ પર આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે કેમીકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપીને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઇને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમીકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એસએમસીના અઘિકારીઓએ દરોડો પાડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે ઓઢવ એસ પી રીંગ રોડ પામ હોટલ પાસે આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉનમાં કેમીકલ ભરેલા ટેન્કર લાવીને તેમાંથી સીલ તોડીને તેમાંથી ચોરી કરીને બારોબાર વેચાણ કરવામાં આવે છે. જેના આધારે સોમવારે રાતના સમયે દરોડો પાડયો ત્યારે સ્થળ પરથી એક ટેન્કરમાંથી કેમીકલ અન્ય કેરબામાં ભરવામાં આવી રહ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,મંગળવાર
શહેરના ઓઢવ રીંગ રોડ પર આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે કેમીકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપીને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઇને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમીકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એસએમસીના અઘિકારીઓએ દરોડો પાડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે ઓઢવ એસ પી રીંગ રોડ પામ હોટલ પાસે આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉનમાં કેમીકલ ભરેલા ટેન્કર લાવીને તેમાંથી સીલ તોડીને તેમાંથી ચોરી કરીને બારોબાર વેચાણ કરવામાં આવે છે. જેના આધારે સોમવારે રાતના સમયે દરોડો પાડયો ત્યારે સ્થળ પરથી એક ટેન્કરમાંથી કેમીકલ અન્ય કેરબામાં ભરવામાં આવી રહ્યું હતું.