જિલ્લા પોલીસ વડાએ બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટડીની હોસ્પિટલમાં દર્દીના સગાને લાફા મારવાનો મામલો
મારામારીનો વીડિયો વાયરલ થયો તે પહેલા અને બાદમાં શું બન્યું તેની તપાસ હાથ ધરાશે
સુરેન્દ્રનગર - પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા ડોક્ટર અને સ્ટાફ સાથે ઝપાઝપી તેમજ ગેરવર્તનની ઘટના બની હતી. ઘટનાના અંગે પોલીસને જાણ કરતા પાટડી પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં મૃતકના સગાએ પોલીસ અધિકારી અને કર્મચારી સાથે પણ ગેરવર્તન કરતા પોલીસ દ્વારા લાફા ઝીંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
What's Your Reaction?






