જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, 'નંદુમાંનો આશરો કાયમ રહેશે'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahir Community Protests Jamnagar Demolition: જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવેલા ડિમોલિશનનો મામલો હવે ગરમાયો છે. આ મુદ્દે સોમાવારે (18મી મે) સમગ્ર આહિર સમાજ એકજુથ થઈને મેદાને આવ્યો છે. સમાજના ટોચના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને 'નંદુમાંનો આશરો હતો અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે'ના ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે નંદુમાંના આશ્રયસ્થાનને ફરીથી ઊભું કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
તંત્રના બેહુદા વર્તન સામે સમાજમાં ભારે રોષ
આહિર સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આહિર સમાજના વૃદ્ધ દંપતી નંદુબેન બેરા અને નારણભાઈ બેરા સાથે અત્યંત અન્યાયપૂર્ણ અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

