Gandhinagar News : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રથમ ત્રિમાસિક કસોટીનું ટાઈમ ટેબલ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી તેમજ પ્રથમ સત્રાંત કસોટી માટેનું સત્તાવાર સમયપત્રક (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાતથી રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા સંબંધિત તૈયારીઓને વેગ મળશે.
17 થી 25 ઓગસ્ટ દરમિયાન પ્રથમ ત્રિમાસિક કસોટી
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી શરૂ થઈને 25 ઓગસ્ટ સુધી યોજાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્રની શૈલીમાં વિશેષ ફેરફાર જોવા મળશે, જેમાં 30 ટકા પ્રશ્નો 'પરખ' રાષ્ટ્રીય સર્વેક્ષણ (PARAKH National Survey) મુજબ પૂછવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની તાર્કિક અને વ્યવહારુ ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય.
22 થી 30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત કસોટી
પ્રથમ ત્રિમાસિક કસોટી પૂર્ણ થયા બાદ, પ્રથમ સત્રના અંતે લેવાતી પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. આ સત્રાંત કસોટીમાં પણ વિદ્યાર્થીઓની વિષયવસ્તુ સમજાવવાની ક્ષમતા ચકાસવા માટે લર્નિંગ આઉટકમ્સ (LO) આધારિત 30 ટકા પ્રશ્નો સમાવવામાં આવશે, જેનાથી શિક્ષણનું સ્તર વધુ ગુણવત્તાયુક્ત બનાવી શકાશે.
આ પણ વાંચો : Ahmedabad News : નકલી CBI અને પોલીસ બની 44 લાખની ઠગાઈ, જોધપુરથી બે આરોપીઓની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

