જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગર શહેરમાં પૈસાની લેતીદેતીના મામલે એક યુવાન પર બેફામ હુમલો થયાની ઘટના સામે આવી છે. સીટી એ-ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, કાલાવડ નાકા બહાર સનસિટી-01, રાજ સોસાયટી વિસ્તારમાં મધરાત્રીના સમયે અફઝલ અબ્દુલ કાદર શમા નામના 32 વર્ષના ગરાણા યુવાનને બે આરોપીઓ અબ્દુલભાઈ સુમરા અને સલીમભાઈ સુમરા વગેરે ફરિયાદીને રોકી પૈસાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં વાત વધતા આરોપી અબ્દુલભાઈ સુમરાએ લોખંડના પાઈપથી ફરિયાદીના માથામાં હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી અને ટાંકા લેવા પડ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

