જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને પાર્લર ચલાવતી તેમજ પરિવારથી નારાજ થઈને એકલી રહેવા ચાલી ગયેલી યુવતીએ કોઈ અગમ્ય કારણ દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે ગોકુલ નગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતી તેમજ પાર્લરમાં કામ કરતી હીનાબેન કેતનભાઇ ગોહિલ નામની 20 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના માતા મનીષાબેન કેતનભાઇ ગોહિલે પોલીસને જાણ કરતા સીટી સી. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

