જામનગરમાં ઈમામ હુસૈનની શહાદતની યાદમાં કલાત્મક તાજિયાનું ભવ્ય પ્રદર્શન, હુસૈની માહોલ છવાયો

Jul 6, 2025 - 19:00
જામનગરમાં ઈમામ હુસૈનની શહાદતની યાદમાં કલાત્મક તાજિયાનું ભવ્ય પ્રદર્શન, હુસૈની માહોલ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Muharram 2025: જામનગરમાં રવિવારે (છઠ્ઠી જુલાઈ) હઝરત ઈમામ હુસૈન અને તેમના પરિવારજનોની શહાદતની યાદમાં શોકમય છતાં ભક્તિપૂર્ણ હુસૈની માહોલમાં ગરકાવ થયું હતું. શનિવારે (પાંચમી જુલાઈ) સાંજે શહેરમાં કલાત્મક તાજિયા સાથે ચારેબાજુ કરબલાનો માહોલ જીવંત બન્યો હતો.

શહેરના પાંચહાટડી, દરબારગઢ, ખોજા નાકા, ધરારનગર અને બેડી સહિતના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના યુવાન કારીગરો દ્વારા બનાવેલા 700થી વધુ નાના-મોટા તાજિયા દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. આ મનમોહક અને શ્રદ્ધાળુઓએ બનાવેલા તાજિયા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0