જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત

Feb 22, 2026 - 19:30
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આર્થિક સંકળામણના કારણે અને અમુક વ્યક્તિની પૈસાની ઉઘરાણી અને ધાક ધમકીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ પોલીસે કબજે કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક મુરલીધર નગર શેરી નંબર -8માં રહેતા અને બ્રાસપાટનું કારખાનું ધરાવતા ભાવિનભાઈ દેવકરણભાઈ સાંગાણી નામના 36 વર્ષના પટેલ કારખાનેદાર યુવાને ગઈકાલે મોડી સાંજે ખારા બેરાજા નજીક એક મંદિર તરફ જવાના કાચા રસ્તે ઝેરી દવા ના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે, જેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0