જામનગર શહેરના 485મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે ખાંભીપૂજનનો કાર્યક્રમ

Jamnagar Foundation Day : શ્રાવણ સુદ સાતમનો દિન જામનગર માટે ઐતિહાસિક છે. ઇ.સ.1540 (સવંત 1596)માં શ્રાવણ સુદ સાતમના દિને જામરાવળે નવાનગરની સ્થાપના કરી હતી. જે આજે આપણાં જામનગર તરીકે દુનિયાનાં નક્શા પર ઝળહળે છે. આવતીકાલે શ્રાવણ સુદ સાતમનાં દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનાં પૂજન તથા વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તા.11/8 ને રવિવારે સવારે 9 કલાકે દરબાર ગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું સૌપ્રથમ શહેરનાં પ્રથમ નાગરિક મેયર વિનોદ ખીમસૂર્યાના હસ્તે પૂજન કરવામાં આવશે. ત્યાર પછી તમામ સત્તાધીશો, તથા રાજવી પરીવારનાં સભ્યો તેમજ ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરવામાં આવશે.કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, કમિશ્નર ડી.એન.મોદી, શાસક પક્ષ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન જીતેન શિંગાળા, વિપક્ષી નેતા ધવલ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા સહિતના આગેવાનો જોડાશે તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ વિવિધ પૂર્વ રાજવીઓ તથા વિભૂતિઓની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવશે.

જામનગર શહેરના 485મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે ખાંભીપૂજનનો કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Foundation Day : શ્રાવણ સુદ સાતમનો દિન જામનગર માટે ઐતિહાસિક છે. ઇ.સ.1540 (સવંત 1596)માં શ્રાવણ સુદ સાતમના દિને જામરાવળે નવાનગરની સ્થાપના કરી હતી. જે આજે આપણાં જામનગર તરીકે દુનિયાનાં નક્શા પર ઝળહળે છે. આવતીકાલે શ્રાવણ સુદ સાતમનાં દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે શહેરની સ્થાપના સમયની ખાંભીનાં પૂજન તથા વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.11/8 ને રવિવારે સવારે 9 કલાકે દરબાર ગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું સૌપ્રથમ શહેરનાં પ્રથમ નાગરિક મેયર વિનોદ ખીમસૂર્યાના હસ્તે પૂજન કરવામાં આવશે. ત્યાર પછી તમામ સત્તાધીશો, તથા રાજવી પરીવારનાં સભ્યો તેમજ ક્ષત્રિય સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, કમિશ્નર ડી.એન.મોદી, શાસક પક્ષ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન જીતેન શિંગાળા, વિપક્ષી નેતા ધવલ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા સહિતના આગેવાનો જોડાશે તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ વિવિધ પૂર્વ રાજવીઓ તથા વિભૂતિઓની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવશે.