જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની તૈયારીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Lakhota Lake : જામનગર શહેર અને આસપાસના ચેલા, ચંગા, દરેડ સહિતના વિસ્તારમાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને છેલ્લા ચાર પાંચ દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દરેડની કેનાલ મારફતે શહેરની શાન સમા લાખેણા લાખોટા લેકમાં નવા પાણીની આવક થઈ છે, અને તળાવના ત્રણેય ભાગમાં નવું પાણી આવી ગયું હોવાથી રણમલ તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને લઈને નગરજનો હરખાયા છે.
જામનગર શહેરની મધ્યમાં અનેક બોર ડંકી વગેરેના તળ સાજા રાખવા માટે ખૂબ જ મહત્વના અને કડીરૂપ ગણાતા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત નવા પાણીની આવક થઈ રહી છે, અને સૌ પ્રથમ તળાવ નંબર-1 નો હિસ્સો સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ બીજા નંબરના તળાવના ભાગમાં પણ વિપુલ પ્રમાણમાં જળ રાશિ આવી જવાથી તે પણ સંપૂર્ણપણે ભરાયું છે.
What's Your Reaction?






